શામ સવેરા કોફ્તા સબ્જી વિથ વિટ બટર નાન

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. સબ્જી બનાવવા માટે::
  2. 3-4 નંગટમેટા
  3. 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 2લવિંગ
  5. 1 ટુકડોતજ
  6. વધારવા માટે તેલ
  7. 1 કપછીણેલો પનીર
  8. 1 ચમચીજીરૂ
  9. 1 ચમચીલાલ મરચું પાવડર
  10. 1 ચમચીહળદર
  11. સ્વાદ અનુસારનમક
  12. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  13. કોફ્તા બનાવવા માટે::
  14. 300 ગ્રામબ્લાન્ચ કરેલી પાલક
  15. 1 ચમચીચાટ મસાલો
  16. ચમચીઅડધી મેંદો
  17. દસ-બાર સૂકી દ્રાક્ષ
  18. 2 ચમચીકોર્ન ફ્લોર
  19. 2 ચમચીબેસન
  20. રગમાટે કોનફ્લોર
  21. તળવા માટે તેલ
  22. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોફતા બનાવવા માટે બ્લાન્ચ કરેલી પાલકને મિક્સરમાં ક્રશ કરી લો ત્યાર બાદ તેમાં મીઠું તેમજ ચાટ મસાલો મેંદો અને કોર્નફ્લોર ઉમેરી હલાવી અને પાણી છૂટે માવા જેવું થાય ત્યાં સુધી તેમને ધીમા તાપે કડાઈમાં ગરમ કરો.

  2. 2

    હવે તેને એક બાઉલમાં કાઢી લો બીજી બાજુ પનીરને છીણી લો અને તેમાં સૂકી દ્રાક્ષ ચાટ મસાલો તેમજ સહેજ નમક નાખી અને હલાવી અને મિશ્રણ તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ પનીરના નાના ગોળા વાળી લો અને તેને પાલક ની ચપટી માં ભરી દો અને બફવડાની જેમ તૈયારત્યાતેને કોર્નફ્લોર માં રગદોળી અને તળી લો

  4. 4

    બીજી બાજુ કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું તજ લવિંગ એલચી સાંતળીને તેમાં મધ્યમ સાઈઝના કટ કરેલા ટામેટા તેમજ આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર નમક તેમજ પંજાબી ગરમ મસાલો ઉમેરી અને ટામેટા નરમ થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો

  5. 5

    હવે ગેસ બંધ કરીને ગ્રેવી ઠંડી થાય ત્યારે તેને મિક્સરમાં ક્રશ કરી લો

  6. 6

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી ગ્રેવીને ધીમા તાપે ખદખદવા દો ગ્રેવી માંથી તેલ છૂટે ત્યારે તેમાં એક ગ્લાસ ગરમ પાણી ઉમેરો અને ઢાંકીને ગ્રેવીને મધ્યમ તાપે ઉકળવા દો

  7. 7

    ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા એક વાડકી છીણેલું પનીર તેમજ બે ચમચી કસૂરી મેથીનો ભૂકો છાટો

  8. 8

    હવે દસ મિનિટ ધીમા તાપે ગ્રેવી ચડે ત્યારે તેને ઉતારી અને પાલક ના વડા ને બે પીસમાં કટ કરીને તેમજ સેટ કરીને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

ટિપ્પણીઓ (8)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
beautiful looking
but recipy name Sam savera Che change Kari do tame sanj savera lakhyu ch

Similar Recipes