કેરલ કડલા કરી (Kerala Kadla curry in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વિકમીલ૧
કેરલ માં, કાળા ચણા ને કડલા કહેવાય છે. આ કડલા કરી બઉ સ્વાદીષ્ટ અને તીખી બંને છે.જેને ચોખા ના લોટ થી બનેલા પુટટુ સાથે ખાવામાં આવેલ છે.

કેરલ કડલા કરી (Kerala Kadla curry in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ૧
કેરલ માં, કાળા ચણા ને કડલા કહેવાય છે. આ કડલા કરી બઉ સ્વાદીષ્ટ અને તીખી બંને છે.જેને ચોખા ના લોટ થી બનેલા પુટટુ સાથે ખાવામાં આવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪કીલો કાળા ચણા
  2. ૨ ચમચીધાણા
  3. સુકા લાલ મરચા
  4. ૩-૪ લસણ
  5. ૧ વાટકીસમારેલું નારીયેળ
  6. લાંબા સમારેલા કાંદા
  7. ૧ ચપટીહિંગ
  8. ૨ ચમચીસાંભાર પાઉડર
  9. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૨-૩ ચમચી તેલ
  11. ૧ ચપટીહળદર
  12. પાણી જરુર મુજબ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૪ વાટકીઆંબલી નો પલ્પ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક કુકર માં ૮-૧૦ કલાક પલાળેલા ચણા, નાખી સાથે મીઠું અને આદુ નો ટુકડો નાખી ૫-૭ સીટી મારો.

  2. 2

    એક કઢાઈમાં, ૧ ચમચી તેલ ગરમ કરી, કાંદા સાંતળો, સાથે ધાળા, સુકા લાલ મરચા, લસણ, નારીયેળ બધું બરાબર શેકો.ગેસ બંધ કરો.

  3. 3

    કુકર ઠંડું થાય, એટલે એક મુઠ્ઠી બાફેલા ચણા મીકસર માં પીસી લો.

  4. 4

    કાંદા નું વાટણ ઠંડુ થવા આવે એટલે એને સાંભાર મસાલા અને લાલ મરચું પાઉડર સાથે થોડું થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો.

  5. 5

    ફરીથી કઢાઈમાં તેલ ગરમ કરી, તેમા હિંગ અને લીલા લીમડાના પાન ઉમેરો.પછી, પીસેલી પેસ્ટ શેકો. વાટેલા ચણા અને પાણી નાખી, ગ્રેવી કુક થવા દો.

  6. 6

    ગ્રેવી બરાબર કુક થઈ જાય, એટલે બાફેલા ચણા નાખી દો.આંબલી નો પ્લપ નાખી, સ્વાદ અનુસાર મીઠું નાખી દો.

  7. 7

    તૈયાર છે, કેરલા સ્ટાઈલ તીખી સ્વાદિષ્ટ કડલા કરી, જેને સર્વ કરો પુટટુ,પપડમ અને અડગઈ ના અથાણા સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes