ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ 4
#week 4
#દાળ અને ચોખા
ફણગાવેલા મગ નો પુલાવ
પુલાવ ઘણા પ્રકારના બનતા હોય છે પણ ફણગાવેલા મગ નો પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. બાળકો ફણગાવેલા મગ ખાતા હોતા નથી તો એમને આ રીતે બનાવી ને ખવડાવી શકાય આ પુલાવને તમે કઢી સાથે ખાઈ શકો છો...

ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)

#સુપરશેફ 4
#week 4
#દાળ અને ચોખા
ફણગાવેલા મગ નો પુલાવ
પુલાવ ઘણા પ્રકારના બનતા હોય છે પણ ફણગાવેલા મગ નો પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. બાળકો ફણગાવેલા મગ ખાતા હોતા નથી તો એમને આ રીતે બનાવી ને ખવડાવી શકાય આ પુલાવને તમે કઢી સાથે ખાઈ શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી રાઈસ
  2. 1 કપફણગાવેલા મગ
  3. 1ડુંગળી જીણી સમારેલી
  4. 2 ચમચીઘી
  5. 1/2 નાની ચમચીજીરું
  6. 1. તેજ પત્તો
  7. 1તજનો ટુકડો
  8. 1મોટી ઈલાયચી
  9. 8કાજુના ટુકડા
  10. 8કાળી દ્રાક્ષ
  11. ગાર્નીસ માટે લીલા ધાણા
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 નાની ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખાને ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ એક કૂકરમાં બે ચમચી ઘીને ગરમ કરો કે ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો જીરું તતડી જાય એટલે એમાં તેજ પત્તુ તજનો ટુકડો ઈલાયચી અને બાદિયા નાખો અને એક મિનિટ માટે સાંતળી લો

  3. 3

    ત્યારબાદ કાજુ નાખો અને કાળી દ્રાક્ષ નાખો અને એને પણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખો અને ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો

  4. 4

    ડુંગળી ગોલ્ડનથઈ જાય એટલે એમાં ફણગાવેલા મગ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખીને 2 મિનિટ માટે ઘી માં સાંતળી લો ત્યારબાદ ધોઇને કોરા કરેલા ચોખા નાખો અને એને પણ એક મિનીટ માટે સાંતળી લો ગરમ મસાલો નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને કુકર નું ઢાંકણું બંધ કરીને મીડીયમ ફ્લેમ પર 1 સીટી મારીને કુકર ને ઠંડુ થવા દો

  5. 5

    કુકર ઠંડુ થાય એટલે ગરમાગરમ પુલાવ ને લીલા ધાણા થી ગાર્નીસ કરીને કઢી સાથે સર્વ કરો...તો તૈયાર છે ફણગાવેલા મગ નો પુલાવ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

Similar Recipes