થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe In Gujarati)

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 ચમચીલીલા ધાણા
  2. 3 થી 4 નંગ લવિંગ
  3. 3 થી 4 નંગ મરી
  4. 2 નંગલેમનગ્રાસ અથવા લીલી ચાના પાન
  5. 7-8 નંગ કળી લસણ
  6. 3-4 નંગ લીલા મરચા
  7. 1 નંગ મોટી ડુંગળી
  8. 1/2 વાટકી કોથમીર
  9. 1/2 વાટકી થાઈ બેઝિલ પાન
  10. 3 થી 4 નંગ લીંબુ ના પાન
  11. 1 ચમચીવિનેગર
  12. 3 કપકોકોનટ મિલ્ક
  13. સ્વાદ અનુસારનમક
  14. 1 વાડકીટોફુ અથવા પનીર
  15. 1 નંગ મોટું સમારેલું લાલ કેપ્સીકમ
  16. 1 નંગ મોટું સમારેલું લીલું કેપ્સીકમ
  17. 1 નંગ મોટું સમારેલું પીળું કેપ્સીકમ
  18. 1 વાડકીસમારેલુ મશરૂમ
  19. 1 વાડકીમીડીયમ સમારેલ બ્રોકલી
  20. 1 વાડકીઝીણું સમારેલું બેબીકોર્ન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સુકા મસાલા જેમાં ધાણા, લવીંગ અને મરીને બે મિનીટ ધીમા તાપે શેકી ને ઠંડા થાય ત્યારે મિક્સરમાં ક્રશ કરી લેવા

  2. 2

    હવે મિક્સર ના બીજા જારમાં લેમન ગ્રાસ,લસણ, લીલા મરચા,ડુંગળીના નાના નાના ટુકડા, કોથમીર,થાઈ બેઝિલ, તેમજ લીંબુ ના પાન,વિનેગર અને નમક ને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ લઈ તેમાં ઉપર મુજબ બનાવેલી પેસ્ટ પાંચથી છ ચમચી જેટલી ઉમેરો

  4. 4

    હવે તેને બેથી ત્રણ મિનિટ ધીમા તાપે સાંતળો અને પેન માં જ એક્સાઇડ ખસેડીને બીજી સાઈડ એક ચમચી તેલ લઈ તેમાં લાલ, લીલુ અને પીલુ કેપ્સીકમ,બ્રોકલી અને બેબીકોર્ન ઉમેરીને બધું મિક્સ કરીને ધીમા તાપે 2 મિનિટ સાંતળો

  5. 5

    હવે તેમાં મશરૂમ તથા નમક ઉમેરીને 3 કપ કોકોનટ મિલ્ક ઉમેરો

  6. 6

    હવે એક કપ પાણીમાં એક ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરીને તેને કરીના મિશ્રણમાં ઉમેરો

  7. 7

    હવે બેથી ત્રણ મિનિટ સુધી કરીને ઢાંકી દો અને ઉકળવા દો

  8. 8

    બરાબર ઘાટી થઈ જાય ત્યારે તેમાં લીંબુ ના પાન,ટોફુ અને થોડું મીઠું ઉમેરીને ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

Similar Recipes