થાઈ ગ્રીન કરી વીથ રાજસ્થાની ગટ્ટા

chetna shah
chetna shah @chetna1537

થાઈ ગ્રીન કરી વીથ રાજસ્થાની ગટ્ટા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થાઈ ગ્રીન કરી માટે સામગ્રી
  2. ૧ જુડી ધાણાભાજી
  3. ૨ ડાળખી લેમન ગ્રાસ
  4. ૮ થી ૯ કળી લસણ
  5. ૧ ઈચ થાઈ આદુ અથવા રેગ્યુલર આદુ નો ટકડો
  6. ૪ થી ૫ તીખા મરચા
  7. ૨ નંગ ડુગળી
  8. ૧ ચમચી આખા શેકેલા ધાણા
  9. ૧/૨ ચમચી શેકેલુ જીરૂ
  10. ૩ થી ૪ દાણા મરી
  11. ૧ ગ્લાસ કોકોનેટ મીલ્ક (નારીયલ નુ દુધ)
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૩ થી ૪ ચમચી તેલ
  14. ૩ થી ૪ બેસીલ ના પાન(થાઈ તુલસી)અથવા સાદા તુલસી ના પાન
  15. ગટ્ટા બનાવા માટે ની સામગ્રી
  16. ૧ કપ વેસણ
  17. ૨ ચમચી તેલ
  18. ચપટી આખુ જીરૂ
  19. ચપટી અજમા
  20. ચપટી હિગ
  21. ચપટી હળદર
  22. ચપટી લાલ મરચાં નો ભૂકો
  23. મીઠું સ્વાદ મુજબ
  24. ૪ કપ પાણી ગટ્ઠા બાફવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગટ્ટા બનાવા માટે આપણે વેસણ લેસુ તેમા અજમ,જીરું, હળદર,મરચા નો ભુકો,હિગ,૨ ચમચી તેલ અથવા ઘી નુ મોણ નાખવાનુ,હવે જરૂરિયાત પુરતું પાણી નાખી રોટલી ના લોટ કરતા સેજ જ કઠણ લોટ બાધો,હવે લામ્બા અને આછા રોલ કરો,

  2. 2

    હવે ગેસ પર પાણી ઉકળવા મુકો.પાણી ઉકળીજાય એટલે તેમ આ ગટ્ટા ઉકળવા મુકીદો ૧૫ થી ૨૦ મીનીટ સેજ ધીમા તાપે ચડવા દેવા

  3. 3

    હવે ગટ્ટા બાર કાઢી ૧૦ મેનીટ ઠંડા થવાદેવા ત્યાર બાદ ગટ્ટા ને નાના નાના કાપી લેવા ચપ્પુ વડે

  4. 4

    હવે થાઈ ગ્રીન ગ્રેવી બનાવવા માટે ધાણાભાજી ડાળખા સહીત લેવી,તીખા લીલા મરચાં, આદુ,લસણ,ડુગળી,લેમનગ્રાસ, ધાણા,જીરું, મીઠું, મરી,બધુ જ એક સાથે ક્રશ કરી લેવુ

  5. 5

    એક કડાઈ મા તેલ મુકો હવે તેમા આ ગ્રીન ગ્રેવી નાખો અને ૨ થી ૩ મીનીટ હલાવો પછી તેમા કોકોનટ મીલ્ક નાખી હલાવો અને તેમા બેસન ના ગટ્ટા નાખી ઉકળવા દો જો આ કરી પરોઠા સાથે ખાવી હોય તો ગ્રેવી થોડી ઘાટી રાખો અને જો રાઈસ સાથે ખાવી હોય તો.આછી કરવાની અને કોકોનટટ મીલ્ક ની સાથે થોડું પાણી પણ ઉમેરો એટલે ગ્રેવી થોડી આછી થાસે,

  6. 6

    હવે.આ કરી નીચે ઉતારી ઉપર થી તુલશી ના પાન નાખી પીરસો, તૈયાર છે થાઈ ગ્રીન કરી વીથ રાજસ્થાની ગટ્ટા

  7. 7

    નોધ:અયા મે આ થાઈ કરી પરોઠા કે રોટલી સાથે ખવાય તેવી ઘાટી કરેલ છે,થાઈ કરી દાળ જેવી આછી હોય છે અને તેમા ગાજર, ફલાવર, બ્રોકોલી,કેપ્સીકમ હોય છે પણ.મારે આયા થોડો.અલગ ટેસ્ટ આપવો હતો એટલે મે થાઈ કરી અને રાજસ્થાન ની ગટ્ટા સબજી માથી ઐક અલગજ રેસીપી તૈયાર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes