શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)

પાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.
પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.
અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
પાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.
પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.
અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને સૌથી પહેલાં ચાળી ને સાફ કરી લેવાં. જો, તાપ આવતો હોય તો, મોટા પહોળા વાસણ કે તગારામાં મુકી તપાવી લેવાં,એનાં થી પૌંઆ સરસ કડક થઈ જસે. તમે એને ગરમ ઓવન માં થોડી વાર રાખી ને પણ કડક કરી સકો છો,કે પછી તમે એને ગેસ પર તાવડી માં રાખી હલકા હાથે થી હલાવી ને કડક કરી સકો છો. આ પૌંઆ બહુ પતલાં હોય છે. એટલે હલાવતી વખતે ખુબ ધ્યાન રાખવું. હંમેશા હલકા હાથ થી જ હલાવવાં એટલે બહુ તુટી ના જાય. મેં ઓછી કેલેરી થાય એટલે પાપડ ને સેકી ને સીધાં છે, તમે ઇચ્છો તો તળેલા પાપડ પણ વાપરી સકો છો.
- 2
સૌથી મહત્વ ની વસ્તુ પાપડ પૌંઆ માં એ છે કે, એક જ વાર માં મસાલો કરી મીક્ષ કરી લેવાં, જેથી બહુ વાર પૌંઆ ને હલાવવા ના પડે. બહુ વાર હલાવસો તો આ નાયલોન પૌંઆ નો ભુકો થઈ જસે;અને બહુ તૂટેલા પૌંઆ ખાવાની મઝા નહી આવે. હવે, એક મોટા વઘારીયાં માં તેલ લો. તેલ ને જરા ગરમ થવા દો.
- 3
હવે એ ગરમ તેલ માં અજમો અને હીંગ ઉમેરો. અજમો જરા તતડે એટલે હળદર તેલ માં ઉમેરી ગેસ બંધ કરી દો. બધું તેલમાં સરસ મીક્ષ કરી લો.
- 4
એ ગરમ તેલનાં મીક્ષ ને કડક કરેલાં પૌંઆ ઉપર ચારે બાજુ રેડી દો. મીઠું અને ખાંડ ઉમેરો. પાપડ માં ઓલરેડી મીઠું હસે એટલે એ રીતે મીઠું સાચવી ને મીઠું ઉમેરવું. બધું સરસ મીક્ષ કરી લો.
- 5
હવે, સેકેલાં પાપડને હાથ થી તોડી ને નાનાં ટુકડાં કરો. અને એ ટુકડાં ને પૌંઆ માં ઉમેરી દો. જોડે સફેદ મરચું પણ ઉમેરો. બધું હલકા હાથ થી હલાવી મીક્ષ કરી લો. તો તૈયાર છે, પાપડ પૌંઆ. ઠંડા પડે એટલે ડબ્બા માં ભરી લો.
- 6
આ પાપડ પૌંઆ ખુબ જ ઝડપથી બની જાય છે. આ બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે બધા ને ખુબ જ ભાવે છે. તમે પણ બનાવી ને જરુર થી જોજો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#ff3#dray nastaપાપડ પૌવા લાંબા ટાઈમ સુધી બગડતા નથી .તેલ વાળું ઓછું પસંદ કરતાં હોય તેના માટે બેસ્ટ સૂકો નાસ્તો છે..તહેવાર હોય કે .....પ્રવાસ....કે....બાળકો ના નાસ્તા.....બધા માં બેસ્ટ.. Jayshree Chotalia -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#CookpadIndia#Cookpadgujarati#cookpad ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે. ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે. આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે. Komal Khatwani -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7પાપડ પૌંઆ આ બપોરે ખાવા એક મસ્ત નાસ્તો છે.આજે મે ફાલ્ગુની બેન ની recipe follow કરીને બનયો છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ થયો તો. બેન તમારા ખૂબ ખુબ આભાર. Deepa Patel -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે. Bina Samir Telivala -
પાપડ પરાઠા
પરાઠા એ આપણા ભારતીય ભોજન નું મુખ્ય વાનગી છે. તેમાં વિવધતા લાવવી એ દરેક ગૃહિણી નું સ્વપ્ન હોય છે. આજે અહીં મેં પાપડ ના પરાઠા બનાવ્યા છે. જે ભોજન તથા નાસ્તા બંને માં ચાલે એવા છે. Deepa Rupani -
ખંભાત નું સ્પેશિયલ પાપડ ચવાણું (Khambat Special Papad Chavanu) મુર્મુરા (મમરા) પાપડ ચિવડા રેસીપી
#KS4#વઘારેલામમરાપાપડ ચવાણું વઘારેલા મમરાં, સેવ અને તળેલા પાપડ કે સેકેલા પાપડ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. જે માં ખુબ જ ઓછા ઘરમાં અવેલેબલ જ હોય તેવાં સામાન અને મસાલા ની જરુર પડે છે. ભારતીય રાંધણકળા માં નાસ્તા માટે ખુબ અવનવી વાનગી ઓ બનતી હોય છે. એમાં અનેક નમકીન વાનગીઓ હોય છે, જે બનવી અને એને થોડા સમય માટે રાખી સકાય છે. આવી નમકીન વિવિધ વાનગીઓ બધા સ્થાન અને રાજ્યો માં અલગ અલગ હોય છે.પાપડ પોંઆ ની આ રેસીપી ખાસ કરીને ગુજરાતના ખંભાતને લગતી વાનગી છે. ખંભાત નું પાપડ ચવાણું ખુબ જ ફેમસ છે. તેનો તમે નાસ્તામાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ મમરા માંથી બનતું ચવાણું તૈયાર કરવું ખુબ જ સહેલું છે અને સમય પણ બહુ ઓછો લાગે છે, અને એકદમ ચટાકેદાર ટેસ્ટી ચવાણું બની જાય છે. એક વાર બનાવ્યા બાદ ડબ્બા માં ભરી સરળતાથી થોડા અઠવાડિયા આ ચાલી શકે છે. તમે પણ આ બનાવી જરુર થી ટેસ્ટી એવા ખંભાત નાં ચવાણું નો ઘરે જ આનંદ માણો.#મમરાનુંપાપડચવાણું#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
પાપડ ચુરી(Papad Churi Recipe in Gujarati)
# પાપડ ચૂરી.# રેસીપી નંબર 126.કોઈપણ જમણ પાપડ વગર અધૂરું છે અને પાપડમાં થોડું થોડુ variation કરીને ઘણી વેરાઈટી બને છે. મે પાપડની ચૂરી બનાવી છે. Jyoti Shah -
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
-
પાપડ ખાખરા ચૂરી (Papad Khakhra Churi Recipe In Gujarati)
#GA4#Week23#PapadPost 9ચટપટી પાપડ ખાખરા ચૂરીકોઈક વાર અચાનક ભૂખ લાગે, અગર કોઈ અચાનક આવી ચડે, તો આપણે શું બનાવવું ?તે વિચાર આવે તો આ ફટાફટ નાસ્તો બહુ સરસ લાગે છે. કારણકે ખાખરા અને પાપડ તો ઘરમાં રેડી હોય, પછી તો પૂછવાનું જ શું????? Jyoti Shah -
પાપડ પૌવા (Papad Pauva Recipe in Gujarati)
#GA4#Week 23 દિવાળી માં લોકો તેનો ચેવડો બનાવે છેમેં નાસ્તા માટે પાપડ પૌવા બનાયા. #GA4#Week23 Bina Talati -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
#GA4#Week23 રાગી પાપડ માંથી બનાવેલું ચાટ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ખીચીયા પાપડ માંથી પણ બનાવી શકાય છે. રોસ્ટેડ પાપડ ચાટ ઈન્ડિયન સ્નેકસ જે સાથે મસાલા ,શીંગદાળા અને લીંબુ હોય છે. આ એક સાઈડ ડીશ છે. અચાનક ગેસ્ટ આવી જાય મેઈન કોર્સ સાથે અને સાંજ ની ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (7)