ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#trending
#GulabJamunCake

ગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!

ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.

ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૭-૮
  1. ગુલાબ જાંબુ માટે
  2. ૧૦૦ ગા્મનું Gits નું પેક
  3. દૂધ જરુર મુજબ
  4. ૧ ચમચીઘી
  5. ચપટીઇલાયચી (ઓપ્સન્લ છે)
  6. ગુલાબ જાંબુ તળવા માટે ઘી (મેં ઘી માં તળ્યાં છે, તમે ઇચ્છો તો તેલ માં પણ તળી શકો છો)
  7. ચાસણી માટે
  8. ખાંડ
  9. પાણી
  10. ૬-૭ તાંતણાં કેસર
  11. ચપટીઇલાયચી પાઉડર
  12. કેક માટે
  13. ૨ વાટકીમેંદો
  14. ૧ વાટકીદળેલી ખાંડ (ગુલાબ જાંબુ માં પણ ખાંડ હસે એટલે મેં ઓછી ખાંડ લીધી છે, તમે તે રીતે એડજેસ્ટ કરી લેજો)
  15. ૧ ચમચીબેકિંગ પાઉડર
  16. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  17. ૧/૧૦ ચમચી મીઠું (ચપટી જેટલું)
  18. ૧/૨ વાટકીતેલ
  19. ૩ ચમચીમોળું દહીં (એગ્સ નથી નાંખતાં, એટલે એની જગ્યા પર)
  20. ૪ ચમચીદૂધ
  21. ૧/૨ ચમચીવેનીલા એસેન્સ
  22. ચપટીપીળો ફુડ કલર (ઓપ્સન્લ છે)
  23. કેક ડેકોર કરવા
  24. વેનીલા અઈસીંગ (બજારનું યુઝ કર્યું છે)
  25. ચોકલેટ આઈસીંગ (બજારનું યુઝ કર્યું છે)
  26. કેસર નાં તાંતણા (ઓપ્સન્લ છે)
  27. ૪-૫ ચમચી બદામ - પીસ્તાં ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌપ્રથમ ગુલાબ જામુન મિક્સ પેકેટ માંથી તેની આપેલી રીત મુજબ તેમાં થોડું થોડું દૂધ ઉમેરી નરમ લોટ બાંધો. મેં એમાં જરા ઇલાયચી પાઉડર એડ કર્યો છે. હવે, એ લોટ ને સરસ રીતે મસળી ને 10 મિનિટ માટે ઢાંકીને મુકો.હવે, ૧૦મિનિટ પછી હાથમાં જરા ઘી લઈ લોટ ફરી થી મસળી લો. એકદમ સ્મુધ કરી લો. હવે તેમાંથી એકસરખા નાના ગોળા વાળી લો. આપડે કેક માટે કરીશું એટલે મેં એકદમ નાનાં ૨૫ કર્યાં છે (એકદમ નાનાં બાઈટ સાઇઝ) હવે, ગેસ પર ઘી ગરમ થાય એટલે ધીમા તાપે બધા ને સરસ ગુલાબી કરતાં જરા વધારે એવાં તળી લો.

  2. 2

    હવે એક મોટા પહોળા વાસણ માં ખાંડ અને પાણી (પેકેટ ના માપ મુજબ)લઇ ગેસ પર મુકો. ગુલાબ જાંબુ માં કોઈ જાડી તાર ની ચાસણી નથી કરવાની હોતી પણ સરસ થોડી ઘટ્ટ થાય એવી એક તાર કરતાં જરા ઓછી એવી ચાસણી બનાવી દો. ઇલાયચી પાઉડર અને કેસર ઉમેરો. અને તેમાં જરા લીંબુ નો રસ પણ ઉમેરો, એટલે ખાંડ જામે નાં, અને સરસ ચાસણી બને. હવે, બનાવેલ જાંબુ ઉમેરી સરસ હલાવી ને મીક્ષ કરી લો. એને ૪-૫ કલાક માટે સાઈડ પર રાખો. જાંબુ ચાસણી પી લેસે અને સરસ ફુલી જસે.

  3. 3

    હવે, ઓવન ને પ્રીહીટ કરવા મુકો. કેક માટે મેંદા માં ચપટી મીઠું, બેકીંગ પાઉડર અને બેંકીંગ સોડા મીક્ષ કરી ચાળી લો. એટલે કોઈ ગાંઠ ના રહે. હવે, એક બાઉલમાં તેલ, દહીં અને ખાંડ ને સરસ ફેંટી લો. તેમાં થોડો થોડો કરી ને મેંદા નું મીક્ષ ઉમેરી સરસ હલાવી લો. એસેન્સ અને પીળો કલર પણ ઉમેરી લો.બંને વસ્તુ ઓ ઓપ્સન્લ છે. જરુર લાગે તો દૂધ ૩-૪ ચમચી દૂધ ઉમેરી કેક બેટર તૈયાર કરો. બેટર ને થીક જ રાખવાનું છે. એટલે બહુ પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો.

  4. 4

    હવે પ્રીહીટ ઓવન માં ૧૬૦ ડીગ્રી પર ૨૫-૩૦ થી મિનિટ સુધી બેક કરો. બધા ઓવન અલગ હોય છે, એટલે એ રીતે ટાઈમ અને ટેમ્પરેચર એડજેસ્ટ કરો. કેક પેન માં નીચે ઓઈલ લગાવી થોડો ચોખા નો લોટ ભભરાવી ને ખંખેરી લેવો. પેન માંથી સરસ રીતે બન્યાં પછી નીકળી જશે. કેક બહાર કાઢો એ પહેલાં ટુથપીક નાંખી ને ચેક કરી લો કે, બરોબર થઈ છે કે કેમ.કાચી હશે તો ટુથપીક પર ચોંટશે. હું હંમેશા સ્પી્ન્ગ ફોમ પેન વાપરું એટલે બહાર કાઠવી ખુબ ઈઝી થઈ જાય છે. હવે કેક ને ૨ કલાક માટે ઠંડી થવા દો.

  5. 5

    સરસ ઠંડી પડી ગયા બાદ એને વચ્ચે થી (આડી) 1/2કરો. હવે, કેક સ્ટેનડ પર કે જેનાં પર કેક રાખવાની છે એના પર નીચે ચમચી જરા આઈસીંગ મુકો અને એના પર 1/2કરેલી કેક મુકો. હવે, એ 1/2કરેલી કેક પર ૨ ચમચી ગુલાબ જાંબુ ની ચાસણી ચારે બાજુ રેડો. એનાથી કેક નો ટેસ્ટ ખુબ જ સરસ આવસે, અને કેક જરા પણ ડા્ય નહીં લાગે.

  6. 6

    હવે, બનાવેલાં ગુલાબ જાંબુ ને એ કેક પર ગોઠવો. ચાસણી માંથી કાઢી ને અડધા કટ કરી ને મુકો. મેં કેક નો બધો ભાગ ઢાંકી દીધો છે. તમારે થોડા ઓછા મુકવી હોય તો ઓછા મુકો. હવે, કેક નો બીજો અડધો કરેલો ઉપર નો ભાગ ને ધીમે રહી ને એની ઉપર મુકી દો. આઈસીંગ ચારેબાજુ લગાવી દો. ઉપર બીજા થોડા ગુલાબજાંબુ મુકો. કેક ને તમારી રીતે ડેકોર કરી લો. મેં થોડા બદામ-પીસ્તા ની કતરણ અને કેસર નાં તાંતણાં ઉપર ભબરાવ્યાં છે. તો તૈયાર છે ગુલાબજાંબુ કેક. કેક અને ગુલાબજાંબુ ડબલ સ્વીટ.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes