તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ પેપર ચીકી બનાવવામાં ખૂબ સહેલી છે અને ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે તે સ્વાદમાં તો બે જવાબ છે જ આમાં ઘટકો નું એક્ઝેટ માપ જરૂરી નથી ચીકી પેપર ખાંડ અથવા ગોળ માંથી બંને છે અને બંનેમાં રીત સરખી છે અહીંખાડ ની વિગતવાર આપેલ છે આથી ગોળ માટે ફક્ત ખાંડને બદલે ગોળ વાપરવાનું છે આ બનાવવા માટે ઝાઝા ઘટકો ભેગા કરવાની જરૂર નથી છતાં ઉપર પ્રમાણેના ઘટકો એકઠા કરો.
- 2
એક પેનમાં તલને ગેસમાં શેકો બહુ સેકવા નથી પરંતુ તલ થોડા ફૂટવા માંડે કે તુરત ગેસ પરથી ઉતારી ઠંડુ થવા માટે મૂકી દો
- 3
તલ ઠંડા પડે ત્યાં સુધી એક પેનમાં ખાંડ પાથરો અને મીડીયમ ગેસ પર મૂકો મૂખાંડ ઓગળવા ની શરૂ થાય કે તુરત હલાવવા મંડો બરાબર ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો વઘુ સમય ગેસ પર રાખવાની નથી.
- 4
હવે બટર પેપર ઉપર 1 મોટો ચમચો ચાસણી લો અને તેની પર તલ ભભરાવો જેથી ચાસણી બરાબર ઢંકાઈ જાય ત્યારબાદ તેની પર બીજો પેપર મૂકો અને વણી લો
- 5
ફક્ત 1/2મિનિટમાં જ પેપર ચીક્કી સેટ થઈ જશે ત્યારબાદ ઉપર નો કાગળ ઉખેડી લો અને નીચેના કાગળ પર થી પેપર ચીકી ઉખાડી લો આરામથી ઉખડી જશે ખૂબ જ આશ્ચર્ય થશે ખૂબ જ ટ્રાન્સપેરન્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ પણ
- 6
જો આ ચીકી ખાંડને બદલે ગોળ થી બનાવવાની હોય તો ગોળને ગરમ કરો ફીણા થાય તેઓ પાયો થઈ જાય ત્યારે ખાંડ ની જેમ જ પેપર રાખી ઉપર એક મોટા ચમચા જેટલી તેના પર તલ ભભરાવો ઉપર બીજો પેપર પાથરી વણી લો અને ખાંડ ની જેમ જ અડધા મિનિટ પછી પેપર કાઢી અને નીચેથી ચીકી કાઢી લેવી આ ચીકી પણ ખાંડ ની જેમ એકદમ ટ્રાન્સપરન્ટ છે અને સ્વાદિષ્ટ તો ખરી જ
- 7
આમાં બંને પ્રકારની ચીકી એક પ્લેટમાં કાઢો અને સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે. અને જોનાર અને ખાનાર બંનેને આશ્ચર્ય સાથે મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
More Recipes
ટિપ્પણીઓ (2)