વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg cheese Sandwich Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો માટે
  1. ચટણી બનાવવા માટે
  2. 1 વાટકીલીલુ અને સૂકો લસણ
  3. 4-5 નંગલાલ અને લીલા મરચા
  4. 1 વાટકીલીલી તાજી કોથમીર
  5. 15-20ફુદીનાના પાન
  6. 1લીંબુ
  7. જરૂર મુજબ મીઠું
  8. 1 ચમચીખાંડ
  9. સ્ટફિંગ બનાવવા માટે
  10. 1 નંગગાજર ઝીણું સમારેલું
  11. 1 નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  12. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  13. 1 નંગટમેટું ઝીણું સમારેલું
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ચાટ મસાલો જરૂર મુજબ
  16. અન્ય વસ્તુ
  17. બ્રેડ સ્લાઈસ જરૂર મુજબ
  18. ચીઝ સ્લાઈસ
  19. બટર (ગ્રીસ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચટણી માટે બતાવ્યા પ્રમાણે ની બધી જ વસ્તુ લઈ લો.તેને મિક્સર જારમાં લઈને ગ્રાઈન્ડ કરી લો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. જે સેન્ડવીચ માં લગાડવામાં કામ આવશે.હવે 2 બ્રેડની સ્લાઈસ લઈ લો અને તેના ઉપર બટર સ્પ્રેડ કરી લો.

  2. 2

    બટર લગાવ્યા પછી તેના ઉપર ગ્રીન ચટણી લગાડી દો. પેલા બધા વેજિટેબલ્સ મિક્સ કરીને તેમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરી દો.ગ્રીન ચટણી સ્પ્રેડ કર્યા પછી આપણા જે સમારેલા વેજીટેબલ છે તે મૂકીને સ્પ્રેડ કરી લો.

  3. 3

    તેવી જ રીતે બીજી સ્લાઈસ છે તેને બટર અને ચટણી સ્પ્રેડ કરીને તૈયાર કરી લેવી. પછી જે વેજિટેબલ્સ વાળી બ્રેડ સ્લાઈસ છે તેના ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દેવી અને બીજી બ્રેડ સ્લાઈસ થી તેને કવર કરી લેવી.

  4. 4

    હવે આમ તો ગ્રીલ સેન્ડવીચ ગ્રીલર માં તૈયાર થાય છે પણ મારી પાસે ગ્રીલર મશીન ન હોવાથી હું સેન્ડવીચ મશીન નો ઉપયોગ કરું છું. તેમાં સૌપ્રથમ નીચે બટર લગાવી દો. તેના ઉપર સેન્ડવીચ મૂકી દો. અને પાછું ઉપરની સાઈડ બટર સ્પ્રેડ કરી દો.

  5. 5

    પછી મશીન બંધ કરી દો.1 મિનિટ સુધી ચાલુ કરીને થવા દો.1 મિનિટ પછી આપણે જોઈએ આપની ગરમાગરમ સેન્ડવીચ તૈયાર છે.

  6. 6

    સેન્ડવીચ તૈયાર થઈ જાય પછી તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આમ ઝટપટ તૈયાર થઈ જતી સેન્ડવીચ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને સૌને પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર

Similar Recipes