લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak24
#Garlic
લસણનું પાણી કોઈપણ ચાટ બનાવી હોય, ભેળમા અને પાણીપુરી માં નાખીને ખાઈ શકો છો. આ પાણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે.

લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)

#GA4
#Weak24
#Garlic
લસણનું પાણી કોઈપણ ચાટ બનાવી હોય, ભેળમા અને પાણીપુરી માં નાખીને ખાઈ શકો છો. આ પાણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ વ્યક્તિને
  1. ૧૦૦ ગ્રામ સુકુ લસણ
  2. ૧ વાટકીલાલ મરચું પાઉડર
  3. ૧/૨ ચમચીધાણાજીરું
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  6. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  7. ૧/૨ ચમચીમીઠું
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે લસણ ફોલીને મિક્સર જારમાં અધકચરુ પીસી લો.

  2. 2

    હવે એક બાઉલમાં કાઢી લઈ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે લસણની ચટણી.

  3. 3

    હવે એક તપેલીમાં બે ચમચી લસણની ચટણી લઈ. તેમાં પાણી નાખી બ્લેન્ડર ફેરવી દો. પછી તેમાં આમચૂર પાઉડર અને સંચળ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે લસણનું પાણી અને લસણની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes