ફલાવર પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

ફુલ કોબી ના પરાઠા વિન્ટર મા ટેસ્ટી લાગે છે.ફુલકોબી નુ શાક પસંદ ન હોય તો પરાઠા બનાવી શકાય.
#GA4
#Week24
#flower

ફલાવર પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

ફુલ કોબી ના પરાઠા વિન્ટર મા ટેસ્ટી લાગે છે.ફુલકોબી નુ શાક પસંદ ન હોય તો પરાઠા બનાવી શકાય.
#GA4
#Week24
#flower

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામફુલગોબી
  2. 50 ગ્રામમટર
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. નાનો કટકો આદુક્રસ કરેલો
  7. 5 નંગમરચા ઝીણા સમારેલા
  8. કોથમીર ઝીણી સમારેલી
  9. નાની ચમચીગરમ મસાલો
  10. ચપટીહળદર
  11. નાની ચમચીઆમચૂર મસાલો
  12. નાની ચમચીજીરું મસાલો
  13. 3 કપધંઉ નો લોટ
  14. 2 ચમચીમોણ
  15. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    લોટ મા મોણ,મીઠું મીકસ કરી લોટ બાંધવો.રેસ્ટ કરવા મુકવો.ફલાવર ને ઝીણું સમારવા.મટર બોઇલ્ડ કરવા.

  2. 2

    કડાઇ મા તેલ મુકી ડુંગળી,આદુ,મરચા સાતળવા પછી ફલાવર મીકસ કરી હલાવવું તેમા મીઠું,હળદર મીકસ કરી હલાવવું 2 મીનીટ ઢાંકી દેવું ફલાવર સોફટ થાય એટલે તેમા મટર,આમચૂર મસાલો,ગરમ મસાલો,જીરું મસાલો,કોથમીર ઝીણી સમારેલી મીકસ કરી ફીલીંગ તૈયાર કરવુ.

  3. 3

    2 રોટલી વણી એક મા ફીલીંગ પાથરવુ અને બીજી રોટલી થી કવર કરી કિનારી થી બંધ કરી બટર અથવા ધીં થી શેકવા.દાલફૉય,ચટણી,દહીં સાથે પીરસવું.

  4. 4

    આ ફીલીંગ થી સમોસા પણ ટેસ્ટી બને છે અને ડૉય શાક તરીકે લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes