વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 45 મિનિટ
પાંચથી છ વ્યક્તિ માટે
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. દોઢ વાટકી ઘઉંનો કરકરો લોટ
  3. 2ચમચા બેસન
  4. 2ચમચા ઘઉંનો ઝીણો લોટ
  5. 2ચમચા ખાંડ
  6. 1 વાટકીહાંડવા નો લોટ
  7. 1નાની દૂધી છીણેલી
  8. 1મોટો વાટકો તો ખીચડી કે ભાત
  9. 2ચમચા ખાંડ
  10. બેથી ત્રણ ચમચા દહીં
  11. ત્રણથી ચાર સ્પુન આદુ મરચાં-લસણની પેસ્ટ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 સ્પૂનધાણાજીરૂ
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. સ્પુન લાલ મરચું પાઉડર
  16. લીંબુનો રસ
  17. 2સ્પુન અજમો
  18. 6સ્પુન ચમચી તલ
  19. 1વાટકો કોથમીર કાપેલી
  20. સાત-આઠ ચમચા તેલ
  21. હિંગ
  22. 20-25કળી કાપેલું લસણ
  23. વઘારેલા મરચા
  24. રાઈ
  25. જીરુ
  26. 1સ્પુન હળદર

રાંધવાની સૂચનાઓ

40 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા અલગ અલગ લોટ લઇ લો.પછી તેમાં સાઈડમાં છીણેલી દૂધી અને ભાત કે ખીચડી એડ કરો.

  2. 2

    હવે જે ઘઉંનો કરકરો લોટ છે તેમાં તેલ એડ કરી સારી રીતે તેને મિક્સ કરી લો.પછી તેમાં બધા જ મસાલા એડ કરી દો. આદુ-મરચા-લસણની પેસ્ટ પણ એડ કરો. ખાંડ, દહીં લીંબુનો રસ પણ એડ કરો.

  3. 3

    હવે બધો મસાલો થયા બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. અને ફોટા માં બતાવ્યા પ્રમાણે બનાવી લો.

  4. 4

    હવે ઢોકળીયામાં સારી રીતે બધા મુઠીયા ગોઠવી દો. અને ઢાંકીને 20થી 25 મિનિટ સ્લો medium flame પર ચડવા દો.પછી ઠંડા થઇ ગયા બાદ તેને કટ કરી લો.

  5. 5

    હવે મુઠીયાને વઘારવા માટે એક તપેલીમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ જીરુ,તલ, કાપેલું લસણ, હિંગ, વઘાર ના મરચાં એડ કરો. પછી કાપેલા મુઠીયા એડ કરી દો.

  6. 6

    હવે સારી રીતે મિક્સ કરી લો. અને ગરમ થાય ત્યાં સુધી પાંચથી દસ મિનિટ સુધી એને શેકાવા દો. અને લસણની ચટણી સાથે સર્વ કરો. કે પછી ચા સાથે ગરમાગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર

Similar Recipes