ફ્લાવરના  મુઠીયા (Cauliflower Muthiya Recipe in Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

ફ્લાવરના  મુઠીયા (Cauliflower Muthiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ પ્લેટ
  1. ૨ કપફ્લાવરનું છીણ
  2. ૧/૨ કપરાંધેલા ભાત
  3. ચમચા સમારેલી લીલી ડુંગળી
  4. 1/2 કપ લાપસી નો લોટ
  5. 2ચમચા ચણાનો લોટ
  6. 1ચમચો ઘઉંનો લોટ
  7. એ ચમચો દહીં
  8. 2ચમચા સમારેલી કોથમીર
  9. ૨ ચમચીરાઈ
  10. ૨ ચમચીજીરૂ
  11. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  12. ૨ ચમચીમરચું પાઉડર
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧/૨ ચમચીહિંગ
  15. ડાળખી લીમડાના પાન
  16. ચમચા તેલ
  17. ચમચો તલ
  18. ચમચો છીણેલું કોપરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફ્લાવરને ધોઈને છીણી લો.કોથમીર અને લીલી ડુંગળીના પાન ઝીણા સમારી લો.

  2. 2

    એક મોટા બાઉલમાં બધા લોટ અને ભાત લઈને સરખી રીતે મિક્સ કરી લો. પછી તેમાં ફ્લાવર અને ડુંગળીના પાન ઉમેરો. પછી એક ચમચો તેલ અને દહીં ઉમેરો. પછી તેમાં બધા મસાલા ઉમેરીને સરખી રીતે મિક્સ કરીને સોફ્ટ કણેક બનાવી લો.

  3. 3

    પ્રેશરકુકરમાં 2 વાટકી પાણી નાખીને ગરમ કરવા મૂકો. કંણેકમાંથી મોટા લુવા લઈને રોલ વાળીને એક ચારણીમાં ગોઠવી દો. પછી ચરણી કુકરમાં મૂકીને ઢાંકણ બંધ કરો.૩ સિટી થાય ત્યાં સુધી ચઢવા દો.પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    કૂકર ઠંડું થાય એટલે ચારણી બહાર કાઢી લો. પછી મનપસંદ સાઈઝના પીસ કરી લો. એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરવા મૂકો. પછી તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો. રાઈ તતડે એટલે મરચાના પીસ અને લીમડાના પાન નાખી સહેજ સાંતળો. પછી મુઠીયા વઘારીને સહેજ સાંતળી લો.

  5. 5

    સરસ મજાના હેલ્ધી ટેસ્ટી ફ્લાવરના મુઠીયાને સર્વિગ પ્લેટમાં ગોઠવીને કોથમીર, કોપરું અને તલથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes