પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
3 લોકો માટે
  1. 150 ગ્રામદેશી ચણા (5 કલાક પાણીમાં પલાળેલા)
  2. 250 ગ્રામબટાકા (બાફેલા)
  3. 3લાલ મરચું પાઉડર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. મીઠું પાણી બનાવવા માટે
  6. 250 ગ્રામખજુર (સીડલેસ)
  7. 1 નાની વાટકીઆંબલી (આંબલીયા કાઢેલી)
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. જરૂર મુજબ પાણી
  10. ખાટું તીખું પાણી બનાવવા માટે
  11. 1 મોટી વાટકી ફુદીના ના પાન (ધોઈને સાફ કરેલાં)
  12. 1 મોટી વાટકી લીલી કોથમીર (ધોઈને સાફ કરેલી)
  13. 8-10નામ લીલી મરચી
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1 ચમચીસંચળ પાઉડર
  16. 1 નંગમોટું લીંબુ
  17. 1 ચમચીઆમચૂર પાઉડર
  18. ગાર્નીશિંગ માટે
  19. લીલી કોથમીર (સમારેલી)
  20. ડુંગળી (સમારેલી)
  21. કાચી કેરી (સમારેલી)
  22. ઝીણી સેવ
  23. બાફેલા દેશી ચણા
  24. પૂરી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ચણાને 5-6 કલાક માટે ધોઈને પલાળી દેવા.પછી તેને કુકરમાં નાખી તેમાં મીઠું ઉમેરીને 4 સીટી કરી લેવી. એટલે ચણા બફાઈને તૈયાર થઈ જશે.

  2. 2

    હવે બટાકા લ્યો.તેમાં વચ્ચેથી કટ લગાવીને બે ભાગ કરી લો. તેને બટાકા ડુબે એટલું કુકરમાં પાણી લઈ 3 સીટી કરી લો. એટલે બટાકા બફાઈ ને તૈયાર થઈ જશે. બટાકા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લો.પછી તેને મેશ કરી લો.

  3. 3

    હવે આપણે લાલ ચટણી તૈયાર કરી લઈએ.તેના માટે એક વાટકીમાં 3 ચમચી લાલ મરચું પાઉડર લઈ તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ચટણી જેવી ઠીક રાખો. એટલે લાલ ચટણી બનીને તૈયાર છે.

  4. 4

    હવે આ ચટણીને આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો તેમાં તમારા સ્વાદ અનુસાર ઉમેરો.અને બટાકા ને ચટણી સાથે સારી રીતે હાથેથી મસળી લ્યો.તેમાં ચણા ઉમેરવા હોય તો તમે બાફેલા ચણા પણ ઉમેરી શકો છો.

  5. 5

    હવે આપણે ગળ્યું પાણી તૈયાર કરી લઈએ. તેના માટે કુકરમાં બીજ કાઢી નાખેલો ખજૂર લ્યો.આમલીને આંબલીયા કાઢીને સાફ કરીને કૂકરમાં નાખો પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

  6. 6

    હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે તેની 5-6 સીટી કરી દો એટલે ખજુર-આંબલી બફાઈને તૈયાર થઈ જશે. પછી કુકર ઠરે એટલે તેમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. પછી ગાળી લો. તેને એક તપેલીમાં લઈ 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ ઉપર ઉકળવા દો.એટલે પાણીપુરી નું મીઠું પાણી તૈયાર છે. હવે તેનું ખાટું પાણી પણ તૈયાર કરી લઈએ. તેના માટે ફુદીનાના પાન અને લીલી કોથમીર લઈને સાફ કરીને મિક્સર જારમાં લઈ લો.તેમાં લીલી મરચી વચ્ચે થી 2 ભાગ કરીને ઉમેરી દો અને તેની ચટણી બનાવી લો.

  7. 7

    હવે આ ચટણીને એક તપેલીમાં લઈ લો. અને તેમાં ફૂલ ઠંડુ પાણી ઉમેરો.તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.આમચૂર પાઉડર ઉમેરો અને હલાવી નાખો.

  8. 8

    હવે તેમાં સંચળ પાઉડર ઉમેરો. લીંબુનો રસ ઉમેરો. પછી હલાવી નાખો. તો ખાટું તીખું પાણી તૈયાર છે.

  9. 9

    હવે આપણે પાણી પૂરી તૈયાર કરી લઈએ. તેના માટે તૈયાર પૂરી લીધેલી છે. પુરીમાં વચ્ચેથી કાણું પાડી તેમાં તૈયાર કરેલા બટેટાનો માવો ભરો. તેની ઉપર ચણા ઉમેરો. તેની ઉપર ડુંગળી અને કેરી ઉમેરો. તેની ઉપર લીલી કોથમીર અને સેવ નાખી ગાર્નિશ કરો.હવે સર્વિંગ પ્લેટમાં લઈ તૈયાર કરેલી પૂરી રાખી વાટકીમાં બંને પાણી લઈ કાચી કેરી, ડુંગળી અને ઝીણી સેવ લઈ ગાર્નીશ કરો.તૈયાર છે તમને ભાવે તેવી તમારી મનગમતી પાણીપુરી. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર

Similar Recipes