ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week6
મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે.

ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)

#GA4 #Week6
મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૩૦૦ ગ્રામમેંદો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. પાણી જરૂર મુજબ
  4. ૧ નાની ચમચીઅજમો
  5. માટે તેલ જરૂર મુજબ(મુઠી પડતું મોણ)
  6. Stuffing માટે
  7. ૩ નંગ બટાકા બાફેલા
  8. ૪ નંગડુંગળી બારીક સમારેલી
  9. લીલાં મરચાં સમારેલાં
  10. સૂકાં મસાલા
  11. ૨ ચમચીધાણા અને જીરૂ શેકીને ક્રશ કરેલા
  12. ચપટીહળદર
  13. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧/૨ ચમચીચાટ મસાલો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ચમચોવઘાર માટે તેલ
  17. ૧ ચમચીકસૂરી મેથી
  18. સજાવટ માટે
  19. લીલી ચટણી
  20. ખજૂર આમલીની ચટણી
  21. દાડમ ના દાણા
  22. ચણા નાં લોટ ની સેવ
  23. સમારેલી ડુંગળી
  24. મીઠું દહીં (સાકર નો પાઉડર નાખેલું) જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ માં મીઠું, હાથે થી ક્રશ કરીને લીધેલ અજમો અને મુઠી પડતું મોણ નાખીને લોટ બાંધવો.આ લોટ પરોઠા નાં લોટ જેવો બાંધવાનો છે. બહુ ઢીલો કે કઠણ નહિ.આ લોટ ને ઢાંકી ને ૩૦ મીનીટ માટે રેસ્ટ આપો.

  2. 2

    લોટ ને rest આપીએ ત્યાં સુધી માં સ્ટફિંગ માટે બટાકા બાફી લેવા. ડુંગળી અને લીલાં મરચાં ને ચોપર માં ક્રશ કરી લો.

  3. 3
  4. 4

    સૂકાં ધાણા ને ૨ મીનીટ માટે શેકો અને તેમાં જ જીરૂ ઉમેરી ફરી જીરૂ ની શેકાવા ની સુગંધ આવે ત્યાં સુધી શેકો. ખંડણી દસ્તા વડે ખાંડી લો. અધકચરું વાટો. એ જ ગરમ પેન માં કસૂરી મેથી ને શેકી લો. ગેસ બંધ રાખવો. ગરમ પેન માં તરત જ શેકાઈ જાય છે. અને આ રીતે ઉમેરવાથી સ્વાદ ખૂબ સરસ આવે છે.

  5. 5
  6. 6

    હવે એ જ પેન માં તેલ ગરમ કરો અને તેમાં ચપટી હિંગ ઉમેરી સમારેલાં મરચાં અને ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો. થોડું સંતળાઈ જાય એટલે તેમાં બધાં સૂકા મસાલા ઉમેરો અને હવે તેમાં હાથે થી જ મેશ કરી ને બાફેલાં બટાકાં ઉમેરવાના છે.

  7. 7
  8. 8

    હવે બધું બરાબર મિક્સ કરો અને તેમાં ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. આ તૈયાર થયેલ મિશ્રણ ને ઠંડુ થવા દો.

  9. 9

    હવે લોટ ને લઇ બરાબર મસળી તેમા થી એક લુવો લઇ તેને પૂરી ની સાઇઝ નું વણી લો. તેમાં આપડે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી, પૂરી ને બધી બાજુ એ થી સીલ કરી લો.

  10. 10

    સીલ કરતી વખતે લોટ વધારાનોહોય તો કાઢી લો અને તેને પાછું હાથે થી અથવા હળવા હાથે વેલણ થી વણી લો.

  11. 11

    હવે તેને ગરમ તેલ માં મધ્યમ આંચ પર બંને બાજુ સરસ બ્રાઉન કલર ની થાય એવી તળી લો.(તેલ ચેક કરવા માટે એક નાનું લોટ નું પીસ મૂકી જોવું, જો તરત ઉપર આવે તો તેલ રેડી છે તળવા માટે)

  12. 12

    આ રીતે બધી કચોરી તળી લેવી. હવે તેને સરવિંગ પ્લેટ માં કાઢી લો. તેના પર આંબલી ની ચટણી, તીખી લીલી ચટણી, મીઠું દહીં,સેવ, દાડમ અને ઝીણી સમારેલી ડુંગળી થી ગાર્નિશ કરી લો. આ ચાટ નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે.

  13. 13
  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes