દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#JanmasthamiSpecial
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦_૪૫ મિનિટ
૪_૫ લોકો
  1. ૧ કિલોદૂધી
  2. ૧ લિટરફૂલ_ફેટ દૂધ
  3. ૪ ટીસ્પૂનદેશી ઘી
  4. ૧૬ - ૧૭ ટીસ્પૂન ખાંડ
  5. ૧/૨ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  6. ૨ ટીસ્પૂનકીસમીસ
  7. ૨ ટીસ્પૂનબદામ ની કતરણ
  8. ૨ ટીસ્પૂનકાજુની કતરણ
  9. ૩ -૪ ટીસ્પૂન ૨_૩ દિવસ ની મલાઈ
  10. ૧ ચપટીગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

૪૦_૪૫ મિનિટ
  1. 1

    દૂધી ને ધોઈ ને ખમણી લેવી,હવે એક કડાઈમાં માં ઘી નાખો,ગરમ થાય એટલે તેમાં દૂધી નાખી સાંતળી લો,

  2. 2

    હવે દૂધી સંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખી થવા દેવું,દૂધ શોસાઈ જાય મતલબ મિશ્રણ જાડું થાય એટલે તેમાં મલાઈ નાખી દેવી,અને કીસમીસ નાખી ફરિ થવા દેવું,થોડી _થોડી વારે ચલાવતા રેવું નહિ તો તળિયે ચોંટી જશે,

  3. 3

    મિશ્રણ થોડુ હલકું અને ઘી છૂટવા જેવું લાગે ત્યારે તેમાં ખાંડ એડ કરવી,અહી થોડું ગ્રીન કલર નાખી દેવું ફરી મિશ્રણ પાતળું થશે,તેને પણ હલાવતા જવું,હલવો બની જશે તો આ મિશ્રણ માંથી ઘી છૂટવા લાગશે,ત્યારે તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી ને બીજા વાસણ માં કાઢી તેની પર બદામ અને કાજુ ની કતરણ ભભરાવવી,બસ તૈયાર છે દૂધી નો હલવો,બરફી બનાવવી હોય તો ૨૦૦ ગ્રામ માવો નાખવો,મે અહી હલવો બનાવ્યો છે તો માવો નથી નાખ્યો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes