રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
8 સવિઁગ
  1. 200 ગ્રામ ચણાનો જાડો લોટ
  2. 50 ગ્રામ રવો
  3. 50 ગ્રામ ચણાનો ઝીણો લોટ
  4. 1 ચમચીતલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીહીંગ
  7. 1/2 કપદહીં
  8. 4 ચમચીખાંડ
  9. 2 ચમચીમરી ને વરીયાળી (અધકચરું પીસેલા)
  10. 3 ચમચીતેલ
  11. 1/2 ચમચીસોડા
  12. 1/4 ચમચીહળદર
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ કાથરોટ મા લોટ લઈ ને તેમાં રવો લઇ લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી મીઠું, ખાંડ નાખી દહીં થી લોટ બાંધવો. જરુર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો.

  3. 3

    તેને અડધાં કલાક સુધી તેને રેસ્ટ આપો. પછી હાથ થી ફૂલવડી વાળી ને જોઈ લેવું, જો તે સરસ વળે તો આપણો લોટ તૈયાર છે.

  4. 4

    પછી ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે કણક મા સોડા નાખી તેની ઉપર ગરમ તેલ નાખી બરાબર મીક્ષ કરી લો.

  5. 5

    હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેની ઉપર જારો રાખી ફુલવડી તળી લો.

  6. 6

    તો તૈયાર છે ફુલવડી. આ ફુલવડી ટી ટાઇમ માં સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes