ફરાળી બફવડા (Farali Buff Vada recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad
શેર કરો

ઘટકો

45 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 4મોટા બટાકા
  2. 3 ટેબલ સ્પૂનશીંગદાણા
  3. 1 ટેબલ સ્પૂનતલ
  4. 1 ટીસ્પૂનવરિયાળી
  5. 2 ટેબલ સ્પૂનકોપરાનું છીણ(desiccated coconut)
  6. 3 ટેબલ સ્પૂનબૂરું ખાંડ (caster sugar)
  7. 2 ટેબલ સ્પૂનઆદું મરચાની પેસ્ટ
  8. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  10. 1/2 ટીસ્પૂનસંચળ પાઉડર
  11. 1 ટીસ્પૂનસિંધવ મીઠું
  12. 3 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  13. 3 ટેબલ સ્પૂનસમારેલા કાજુ અને કિસમિસ
  14. 8-10 ટેબલ સ્પૂનઆરા લોટ
  15. તળવા માટે તેલ
  16. સર્વ કરવા માટે લીલી ફરાળી ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા ને વરાળથી માપસરના બાફી લેવા. વધારે પાણીપોચા ના બફાય તેનું ધ્યાન રાખવું. તેને છીણીથી છીણી લેવા. ચાર ભાગ કરી એક ભાગ સ્ટફીંગ માટે અલગ કાઢવો.

  2. 2

    શીંગદાણા ને શેકીને ફોતરા અલગ કરી લેવા. મિક્સર જારમાં શીંગદાણા, તલ અને વરિયાળીને પીસવા. તેમાં કોપરાનું છીણ અને બૂરુ ખાંડ ઉમેરી ફરી પીસી લેવું.

  3. 3

    બટાકાના સ્ટફીંગ વાળા થોડા માવામાં પીસેલું મિશ્રણ ઉમેરવું. આદું મરચાંની પેસ્ટ કરી તે પણ ઉમેરવી. સમારેલી કોથમીર પણ નાખવી.

  4. 4

    બનેલા સ્ટફીંગના માવામાં લાલ મરચું, સંચળ પાઉડર,ગરમ મસાલો, સીંધવ અને લીંબુનો રસ ઉમેરવો. કાજુ ના ટુકડા અને કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    બનેલા મસાલાવાળા માવામાંથી નાના નાના બોલ બનાવવા. 8-10 જેવા બનશે. જો માવો પાણીપોચો લાગે તો 1-2 ચમચી આરા લોટ નાખી મિક્સ કરી લેવો. બાકી બચેલા બટાકાના માવામાં 7-8 ચમચી આરા લોટ અને સીંધવ મીઠું નાખી ચોંટે નહીં તેવો લોટ બાંધવો.

  6. 6

    બાંધેલા લોટના પણ 8-10 ભાગ કરવા. ગોળો વાળી થેપીને વચ્ચે મસાલાવાળો બોલ મૂકવો. ભેગું કરી ફરી મોટો સ્ટફ્ડ બોલ વાળી લેવો. તેને આરા લોટમાં રગદોળવો. બધા ગોળા આ રીતે તૈયાર કરી લેવા.

  7. 7

    હવે તેલ ગરમ મૂકી બરાબર ગરમ થાય એટલે મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  8. 8

    ફરાળી બફવડા તૈયાર છે. તેને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરવા. ફરાળમાં ઘણા લોકો ઘણું ખાતા હોય છે અને ઘણું નથી પણ ખાતા. મારા ઘરે જે વસ્તુ ફરાળમાં ખવાય છે એ અહીં મેં વાપરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes