ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 3 વાટકીજીણો સુજી
  2. 3-4 નંગલીલા મરચા
  3. 5-6કડી લસણ
  4. નાનો ટુકડો આદુ
  5. 1 વાટકીખાટું દહીં અથવા છાસ
  6. જરૂર મુજબ પાણી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીરેગ્યુલર ઇનો
  10. થોડામીઠાં લીમડા ના પાન
  11. 1 ચમચીરાઈ
  12. 1 ચમચીજીરું
  13. 1 ચમચીસફેદ તલ
  14. ચપટીહિંગ
  15. વઘાર માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ વાટકી સુજી લો. તેમાં જરૂર મુજબ મીઠું, આદુ, મરચા તથા લસણ ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    હવે તેમાં છાસ અથવા દહીં ઉમેરી મિશ્રણ ને સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    જરૂર મુજબ પાણી નાખી બેટર ને મીડિયમ કરો. ત્યારબાદ 10 થી 15 મિનિટ માટે ઢાંકી મૂકી દો.

  4. 4

    હવે તેમાં 1 ચમચી ઇનો ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ નાખી ફરી મિક્સ કરી લો.

  5. 5

    હવે ઢોકડિયા માં પાણી નાખી તેની પ્લેટ માં તેલ લગાડી બેટર પાથરી દો. ઉપર થી લાલ મરચું પાવડર છાંટી દો.

  6. 6

    હવે ફૂલ ગેસ પર 10 થી 15 મિનિટ ઢોકળા ને થવા દો. ત્યારબાદ બહાર કાઢી ઠંડા કરી કાપા કરી કટ કરી લો.

  7. 7

    હવે જરૂર મુજબ તેલ લઇ તેમાં રાઈ, જીરું, તલ, ચપટી હિંગ તેમજ મીઠાં લીમડા ના પાન થી વઘાર કરી ઢોકળા પર પાથરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે તૈયાર છે ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા. આ ઢોકળા લીલી ચટણી અથવા કેચઅપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes