માર્બલ ઢોકળા

Tanvi Lodhia
Tanvi Lodhia @cook_24844294

ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને આખા વિશ્વ માં જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા ત્યાં ત્યાં ઢોકળા પણ પહોંચ્યા છે અને બધા ને પસંદ આવ્યા છે. આજે અહીં આપણે ઢોકળા ને વિવિધ પ્રકારની રીત થી બનાવસું. તો પેશ છે માર્બલ ઢોકળા જે બે કલર ના અથા થી બને છે અને વિવધતા લાવવા એમાં બીટરૂટ જેવા ફળ વાપરી ને વધુ કલર ના બનાવી શકાય છે.

માર્બલ ઢોકળા

1 કમેન્ટ કરેલ છે

ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને આખા વિશ્વ માં જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા ત્યાં ત્યાં ઢોકળા પણ પહોંચ્યા છે અને બધા ને પસંદ આવ્યા છે. આજે અહીં આપણે ઢોકળા ને વિવિધ પ્રકારની રીત થી બનાવસું. તો પેશ છે માર્બલ ઢોકળા જે બે કલર ના અથા થી બને છે અને વિવધતા લાવવા એમાં બીટરૂટ જેવા ફળ વાપરી ને વધુ કલર ના બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ઢોકળા નો લોટ 2 વડકા
  2. ચપટીહળદર
  3. છાસ અથવા દહીં જરૂર પ્રમાણે
  4. ચપટીઇનો અથવા સજી ના ફૂલ
  5. મરચા 2 મધ્યમ
  6. આદુ પીસેલું
  7. નમક સ્વાદાનુસાર
  8. વઘાર માટે
  9. તેલ 2 ચમચા
  10. રાઈ 1 teaspoon
  11. જીરું 1 teaspoon
  12. 5-6લીમડા ના પાન
  13. આખા ગરમ મસાલા (ઈચ્છા હોય તો)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સહું પેહલા ઢોકળા ના લોટ ને ચારી લો. તેમાં નામક નાખી ને મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં છાસ નાખી ઢોકળા નું ખીરું તૈયાર કરી લો. દહીં વાપર્યું હોય તો થોડું પાણી નાખવું. અને આથો આપવા 8 થી 10 કલાક માટે ગરમાવો હોય એ જગ્યા એ રાખી દો.

  3. 3

    આથો આવી જાય ત્યારે ખીરું વધુ ઉપસી જશે એને ચમચા થી વધુ 1 વાર મિક્સ કરી લો એમાં પરપોટા આવ્યા હશે અને ખાટી સુગંધ પણ આવશે જે પરફેક્ટ ઢોકળા માટે જરૂરી છે.

  4. 4

    આથા માં મરચા અને આદુ મિક્સ કરી લો.

  5. 5

    આથા ના 2 સરખા ભાગ કરી લો અને 1 માં હળદર નાખી પીળો કલર આપી દો. બીજો ભાગ સફેદ જ રાખવો.

  6. 6

    ઢોકળા બનાવવા માટે પાણી ઉકળવા મૂકી દો ત્યાં સુધી માં ઢોકળા ની થાળી તૈયાર કરી લો.

  7. 7

    થાળી માં તેલ થોડું લઈ greasing કરી લો.

  8. 8

    પછી બન્ને આથા માં ઇનો અથવા સાજી ના ફૂલ મિક્સ કરી લો.

  9. 9

    પેહલા સફેદ આથા માં થી 1 ચમચો લઈ થાળી માં વચ્ચે રેડો એને થોડો ફેલાવી લો. પછી પીળા આથા માં થી 1 ચમચો લાઇ સફેદ આથા પર રેડી લો અને એને પણ ફેલાવી લો. એના પર પાછો સફેદ આથા નો 1 ચમચો રેડી ને ફેલાવો અને પાછો પીળો આથા નો ચમચો રેડો. એમ 1 પછી 1 સફેદ અને પીળો આથા થી ગોળાકાર ની design બનશે એને થોડું ટૂથપિક થી અથવા થાળી ન થોડી ઉપર નીચે હલાવી ને માર્બલ જેવી design આપો.

  10. 10

    થાળી ને ઢોકળા માટે ગરમ કરેલા ઢોકળા maker માં steam કરવા મુકો. ઈચ્છા હોય તો ચપટી મરચું પાઉડર ભભરાવી શકો છો.

  11. 11

    ઢોકળા ને steam કરવા મૂકી ન ઢાંકી લો અને 15 મિનિટ સુધી steam આપો.

  12. 12

    ઢોકળા maker માં થી થાળી કાઢી લો અને ઉપર તળકો આપો. તળકા માટે તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, લીમડો અને આખો ગરમ મસાલો (જો નાખવા હોય તો) નાખી ઢોકળા પર રેડી લો.

  13. 13

    ઢોકળા ના pieces બનાવી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી માર્બલ ઢોકળા. ☺️😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Lodhia
Tanvi Lodhia @cook_24844294
પર

Similar Recipes