લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)

Vk Tanna @vk_1710
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ધોઈ કોરા કરી ને વચ્ચેથી કાપો કરી ત્યારબાદ તેના પર તેલ લગાવી અને શેકવા માટે ગેસની ધીમી આંચ પર મુકવા.
- 2
ત્યારબાદ રીંગણા શેકાઈ જાય એટલે તેની છાલ કાઢી અને ચપ્પુ વળે તેનો છૂંદો કરવો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું નાખવા વઘાર માટે. વઘાર થાય એટલે તેમાં ચપટી હિંગ નાખી અને સમારેલા ટામેટાં, લીલી ડુંગળી,લસણ અને મરચું આ બધી વસ્તુ એડ કરી અને ગેસની ધીમી આંચ પર થોડી વાર ચઢવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં બધા જ મસાલા એડ કરી મિક્સ કરી અને પછી રીંગણાનો કરેલો છૂંદો તેમાં એડ કરવો.
- 5
પછી બરાબર મિક્સ કરી અને એકથી બે મિનિટ ગેસની ધીમી આંચ પર રાખી અને પછી ગેસ બંધ કરી.એક સર્વિંગ પ્લેટમાં લઈ અને પરોઠા કે રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14133025










ટિપ્પણીઓ (3)