લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#Week11
#લીલી ડુંગળી
હું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. મિડિયમ સાઈઝના રીંગણા
  2. લીલી ડુંગળી(ઝીણી સમારેલી)
  3. ટામેટું(ઝીણી સમારેલુ)
  4. લીલુ મરચું (ઝીણું સમારેલું)
  5. લીલું લસણ(ઝીણું સમારેલું)
  6. ૧-૧/૨ ચમચી લાલ મરચાનો પાઉડર
  7. ૧-૧/૨ ચમચો તેલ
  8. ચપટીહિંગ
  9. ૧ ચમચીનમક
  10. ૧/૩ ચમચીગરમ મસાલો
  11. ૧/૨ ચમચીધાણાજીરૂ
  12. ૧-૧/૨ ચમચી ખાંડ
  13. ૧/૨ ચમચીરાઈ જીરુ (વઘાર માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણા ને ધોઈ કોરા કરી ને વચ્ચેથી કાપો કરી ત્યારબાદ તેના પર તેલ લગાવી અને શેકવા માટે ગેસની ધીમી આંચ પર મુકવા.

  2. 2

    ત્યારબાદ રીંગણા શેકાઈ જાય એટલે તેની છાલ કાઢી અને ચપ્પુ વળે તેનો છૂંદો કરવો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું નાખવા વઘાર માટે. વઘાર થાય એટલે તેમાં ચપટી હિંગ નાખી અને સમારેલા ટામેટાં, લીલી ડુંગળી,લસણ અને મરચું આ બધી વસ્તુ એડ કરી અને ગેસની ધીમી આંચ પર થોડી વાર ચઢવા દેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં બધા જ મસાલા એડ કરી મિક્સ કરી અને પછી રીંગણાનો કરેલો છૂંદો તેમાં એડ કરવો.

  5. 5

    પછી બરાબર મિક્સ કરી અને એકથી બે મિનિટ ગેસની ધીમી આંચ પર રાખી અને પછી ગેસ બંધ કરી.એક સર્વિંગ પ્લેટમાં લઈ અને પરોઠા કે રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Vk Tanna
Vk Tanna @vk_1710
પર

Similar Recipes