નાનખટાઈ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#કૂકર
નાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ.

નાનખટાઈ

#કૂકર
નાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ વાટકી દેશી ઘી
  2. ૧ ૧/૨વાટકી દરેલી ખાંડ
  3. ૧ વાટકી મેંદો
  4. ૧/૨વાટકી ચણા નો લોટ
  5. ૧/૪વાટકી રવો
  6. ૧/૨ચમચી એલચી પાવડર
  7. ૧/૨નાની ચમચી બેકિંગ પાવડર
  8. ૨ ચમચી દૂધ
  9. ચપટીથી ઓછું મીઠું
  10. ટુકડાબદામ ના

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘી અને દરેલી ખાંડ લો. બંને વસ્તુઓ ભેગી કરી લો અને બરાબર ફેટો. ૫-૬મિનિટ સુધી એકજ દિશામાં ફેરવી. આમ કરવાથી તે ફૂલી જાય છે અને નાનખટાઈ પોચી સરસ બને છે.

  2. 2

    હવે તેમાં બધા લોટ ઉમેરો અને મિક્ષ કરી લો.જે વાટકી ઘી લીધુ હોય એજ વાટકી નુ માપ લોટ માટે લેવું.

  3. 3

    આ રીતે લોટ બાંધી લો. જરૂર લાગે તો ૨ ચમચી દૂધ ઉમેરવું.૫મિનિટ ફ્રીજમાં મૂકી દો. તયા સુધી કૂકર ગરમ કરવા માટે મૂકી દો.

  4. 4

    હવે લોટ માથી નાના ગોલા બનાવી દો. ઉપર બદામ રાખો. કાજુ અને પીસ્તા ની કતરણ પણ રાખી શકાય.

  5. 5

    ગરમ કૂકર મા ૨૫ મિનિટ સુધી ધીમે તાપે મૂકી દો.

  6. 6

    બરાબર ઠંડી પડે પછી જ અનમોલ્ડ કરવી. ગરમ ગરમ કાઢવી નઈ. આજ રીતે મે ચાર વાર બનાવી છે. થોડો કોકો પાવડર ઉમેરી ને પણ બનાવી શકાય. મે એક વાર એવી પણ બનાવી છે.

  7. 7

    તો તૈયાર છે કૂકર મા બનેલી નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes