મગ નું ખીચું

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#કઠોળ
મિત્રો બાળકો હંમેશા એવું જ વસ્તુ માગંતા હોય છે જે દેખાવે સારી હોય આપણે ત્યાં ગુજરાતમાં ખીચું ખૂબ જ ફેમસ છે તો ચાલો આપણે આજે મગનું ખીચું બનાવી બાળકોને પૌષ્ટીક આહાર આપીએ.

મગ નું ખીચું

#કઠોળ
મિત્રો બાળકો હંમેશા એવું જ વસ્તુ માગંતા હોય છે જે દેખાવે સારી હોય આપણે ત્યાં ગુજરાતમાં ખીચું ખૂબ જ ફેમસ છે તો ચાલો આપણે આજે મગનું ખીચું બનાવી બાળકોને પૌષ્ટીક આહાર આપીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમગ
  2. 5 ચમચીસીંગતેલ
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીમીઠુ
  6. અડધી ચમચી હિંગ
  7. અડધી ચમચી હળદર
  8. ૨ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  9. 1જગ પાણી
  10. ગાર્નિશિંગ માટે એક ચમચી અથાણાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મગને કોરા કટકાથી બરાબર લૂછી નાખો. (મોટાભાગે બધી રેસીપી માં મગ ને પલાળવા ના હોવાથી મગ બરાબર ધોવાઈ જાય છે પરંતુ અહીંયાી મગનો ડાયરેક ઉપયોગ કરવાનો હોવાથીે મગને બરાબર કટકાથી લૂછવા ખૂબ જ જરૂરી છે) હવે આ મગને મિક્સરમાં નાખી પીસી લો હવે તેને લોટ ચાળવાની ચાસણીમાં નાખી અને ચાળી લો. ચાળીયા બાદ ચારણીમાં વધેલા મગના લોટ ને ફરી મિક્સરમાં નાખીને બરાબર ક્રશ કરો ફરી તેને ચારણી માં નાખીને ચાળી લો.

  2. 2

    આ રીતે એક બાઉલમાં મગ નો લોટ તૈયાર કરો. હવે એક પેનમાં જેટલો લોટ હોય તેના કરતાં ડબલ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકડી જાય પછી તેમાં તેલ, તલ, જીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ, હિંગ, મીઠું ઉમેરીને બરાબર ઉકાળો.

  3. 3

    હવે આ ઉકળતા પાણીમાં ધીરે-ધીરે મગનો લોટ ભભરાવો જોડે હલાવતા પણ રહેવું જેથી લોટના ગઠ્ઠા પડે નહીં બધું મિક્સ ના થાય ત્યાં સુધી બરાબર હલાવો હવે ઢોકળાના કુકરમાં અંદર પાણી મૂકી ઉપર તેલથી ગ્રીસ કરેલી ડીશ ગરમ થવા મૂકો.

  4. 4

    પાંચથી છ મિનિટ બાદ બનાવેલા ખીરામાંથી ગોળ ગોળાવાળી વચ્ચે કાણા પાડી બાફવા માટે ગ્રીસ કરેલી ડિશમાં મૂકો. હવે કુકર મે ઢાંકીને વીસ મિનિટ સુધી ગોળાને બફાવા દો વીસ મિનિટ બાદા ગોળા ને બહાર કાઢી લો ત્યારબાદ ગોળને ભાંગીને સર્વિંગ બાઉલમાં લઈ લો.

  5. 5

    હવે આ સર્વિંગ બાઉલમાં લીધેલા ખીચા પર અથાણાનો મસાલો અને સીંગતેલ રેડી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

ટિપ્પણીઓ

Similar Recipes