ફ્રાય ઈડલી મંચુરિયન

SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
Veraval

#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ તૈયાર ઈડલી
  2. ૧ ડુંગળી
  3. ૧ નાનું કેપ્સીકમ
  4. ૧ ચમચી આદુ ચાઇનીસ કટ કરેલ
  5. ૪ મોટા લસણ ની કડી ક્રશ કરેલ
  6. ૧ ચમચી સોયા સોસ
  7. ૧ ચમચી વિનેગર
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. ૧/૨ લાલ મરચું
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ચમચી ગ્રીન ચિલી પેસ્ટ
  12. ૨ ચમચી સ્પ્રિંગ ઓનીઓન
  13. ૧ ચમચી કોથમરી સમારેલ
  14. ૧ ચમચી કોર્ન ફ્લોર
  15. પાણી જરૂર મુજબ
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૫ ઈડલી ને કટ કરી ને ગરમ તેલ માં તળી લો.

  2. 2

    હવે એક પેન કે કડાઈ લો. તેમાં ૧ ચમચી તેલ લો. તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ નાખો એમાં ૪ કડી લસણ ને ક્રશ કરેલ નાખો. હવે એક ડુંગળી લાંબા કટ કરેલ નાખો. તે થોડી ફ્રાય કરો.હવે એમાં ૧ ચમચી સોયા સોસ ૧ ચમચી વિનેગર ૧/૨ ચમચી ગ્રીન ચિલી પેસ્ટ નાખો સ્વાદ અનુસાર મીઠું ૧/૨ ચમચી મરચું નાખો.૧ નાનું કેપ્સીકમ લાંબુ કટ કરેલ નાખો.

  3. 3

    હવે ૧/૨ વાટકી જેટલું પાણી નાખો.હવે એક વાટકી માં ૧ ચમચી કોર્ન ફ્લોર લો. તેમાં થોડું પાણી નાખી મિક્સ કરો. તેને મિશ્રણ માં ઉમેરો. હવે મિશ્રણ ઘ્ટ્ટ ના થાય ત્યાં સુધી હલાવો. હવે એમાં તળેલી ઈડલી નાખો ૧ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    છેલ્લે ૨ ચમચી સ્પ્રિંગ ઓનીઓન નાખો. ૧ ચમચી કોથમીર સુધારેલી નાખો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
પર
Veraval
મને રસોઈ બનાવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes