ઇન્સ્ટન્ટ માવા સ્ટ્રોબેરી

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#દિવાળી
યંગ જનરેશન ટ્રેડિશનલ સ્વીટ ખૂબ ઓછી પસન્દ કરે છે જેથી આધુનિક સમયમાં ટ્રેડિશનલ સ્વીટ ની સાથે અનેક નવીનતમ વાનગીઓ બનતી રહેતી હોય છે મારી વાનગી પણ એમાંથી એક છે ,આ સ્વીટ માવા માંથી અને કાજુ બંને માંથી બને છે પણ મેં આ સ્વીટ હોમ મેડ ઇન્સ્ટન્ટ માવા માંથી બનાવી છે .આમ જોયે તો ટ્રેડિશનલ માવા પેડા જેવો આનો ટેસ્ટ છે જેમાં મેં સ્ટ્રોબેરી અને ખસ ઇમલસઝન એડ કરી ટેસ્ટ માં ટ્વિસ્ટ આપ્યું છે. દિવાળી જેવા તહેવાર માં જો આવી સ્વીટ સર્વ કરી હોય તો નાના થઈ લાઇ મોટા બધા ને ગમશે.1

ઇન્સ્ટન્ટ માવા સ્ટ્રોબેરી

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
15 નંગ
  1. માવો બનાવા
  2. 2 કપમિલ્ક પાવડર
  3. 3/4 કપખાંડ
  4. 1/2 કપપાણી
  5. 1 ટેબલ સ્પૂનઘી
  6. અન્ય સામગ્રી:
  7. સ્ટ્રોબેરી ઇમલસન જરૂર મુજબ
  8. ખસ ઇમલસન જરૂર મુજબ
  9. લવિંગ જરૂર મુજબ
  10. એડીબલ ગોલ્ડન ડસ્ટ કલર (ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક નોંનસ્ટિક પેન માં પાણી અને ખાંડ લેવા,ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરવું.સતત હલાવતા રહેવું.મિશ્રણ પેન મૂકે ત્યાં સુધી થવા દેવું.

  2. 2

    આ માવા ને પ્લેટ માં કાઢી ઠંડો થવા દેવો.માવાને હાથેથી મસળી લેવો.ત્યાર બાદ તેમાંથી એક નાનો લુઓ અને એક મોટો લુઓ કરવો.

  3. 3

    મોટા લુઆ માં સ્ટ્રોબેરી ઇમલસન ઉમેરવું.ત્યાર બાદ નાના લુઆ માં ખસ ઇમલસન ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    મોટા લુઆ માંથી એક સરખા બોલ્સ બનાવા,તેમજ નાના લુઆ માંથી એકદમ નાના બોલ્સ બનાવ.
    નાના લુઆ માંથી પાંદડી બનાવી.તેમજ મોટા લુઆ માંથી સ્ટ્રોબેરી નો શેપ આપવો.

  5. 5

    પિલર ની કિનારી પર ગોલ્ડન ડસ્ટ લગાડી સ્ટ્રાબેરી પર છાપ પાડવી.

  6. 6

    ઉપર ના ભાગ માં પાંદડી રાખી તેના પર લવિંગ દબાવી પાંદડી ફિક્સ કરવી.તો તૈયાર છે ખુબજ જલ્દી બનતો હોમ મેડ ઇન્સ્ટન માવા સ્ટ્રાબેરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર

Similar Recipes