સ્પાઈસી મટર-પનીર સબ્જી

asharamparia
asharamparia @Asharamparia

#goldenapron2
ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે.

સ્પાઈસી મટર-પનીર સબ્જી

#goldenapron2
ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ડુંગળી સમારેલી
  2. ૩ ટામેટા સમારેલા
  3. ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  4. ૨ એલચી
  5. ટુકડો૧ તજનો
  6. ૧ બાદિયુ
  7. લવિંગ
  8. તમાલપત્ર
  9. ૨ સુકાં લાલ મરચાં
  10. ૨ ચમચી કાજુ અને મગજતરી ની પેસ્ટ (૧૦ થી ૧૨ કાજુ અને ૧ ચમચી મગજતરી ના બી)
  11. ૨ ચમચી લસણની ચટણી અથવા
  12. ૫ થી ૬ લસણ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ૧/૨ ચમચી હળદર
  15. ૩ ચમચી લાલ મરચું પાવડર અથવા જરૂર મુજબ
  16. ૧ ચમચી ઘાણાજીરુ
  17. ૧ ચમચી કીચન કીગ મસાલો
  18. ૧/૨ ચમચી ગરમ મસાલો
  19. પાણી જરૂર મુજબ
  20. ૨ ચમચી તેલ
  21. ૧/૨ ચમચી જીરૂ
  22. ૨ ચમચા તેલ કે બટર
  23. ૧ વાટકી હાફ બોઈલ કરેલ લીલા વટાણા
  24. ૨૫૦ ગ્રામ પનીર કયુબસ્

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ, એલચી, તમાલપત્ર, બાદિયુ, તજ, ઉમેરી ૧ મિનીટ સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ટામેટાં ઉમેરી ને સાંતળવું.

  2. 2

    ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય પછી તેમાં લાલ મરચું પાવડર (જરુર મુજબ.. લસણ ની ચટણી યુઝ કરી એ તો), મીઠું, હળદર, ગરમ મસાલો, કીચન કીગ મસાલો, ઘાણાજીરુ, લસણ ની ચટણી, કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરી બધું મિક્સ કરી લેવું અને ૫ થી ૭ મિનિટ માટે સાંતળવું ત્યારબાદ તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો.

  3. 3

    પાણી ઉકળી જાય પછી જ ગેસ ઓફ કરી ને મિશ્રણ ને ઠંડું કરવા મુકવું. મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરવી. હવે એક પેનમાં ૨ ચમચા તેલ કે બટર ગરમ કરી ૧/૨ જીરું નો વઘાર કરી પનીર કયુબસ્ સેકી લેવા ત્યારબાદ હાફ બોઈલ કરેલ લીલા વટાણા ઉમેરી ૪ થી ૫ મિનિટ સાંતળો ત્યારબાદ રેડી કરેલ ગ્રેવી ઉમેરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઉપર ઢાંકણ ઢાંકી ૫ મિનિટ સીઝવા દેવું. તૈયાર છે ગરમાગરમ સ્પાઈસી "મટર-પનીર" સબ્જી.

  4. 4

    સર્વિગ બાઉલમાં કાઢી કોથમીર થી ગાર્નિશિંગ કરી પરોઠા કે નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes