>>>છોલે પુરી <<<

Juliben Dave
Juliben Dave @julidave
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. છોલે ચણા માટે....
  2. ૨૦૦ ગ્રામ છોલે ચણા
  3. ૨ નંગ ટમેટા
  4. ૨ નંગ સૂકી ડુંગળી
  5. ૮ થી ૯ કળી લસણ ની કળી
  6. ટુકડોઆદુની નાનો
  7. અડધી ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. ૨ ચમચી લાલ મરચું
  10. અડધી ચમચી ગરમ મસાલા પાવડર
  11. રાય
  12. જીરું
  13. મીઠું સ્વાદમુજબ
  14. તેલ વઘાર અને પુરી તળવા માટે
  15. પુરી માટે
  16. ઘઉંનો લોટ મોટો વાટકો
  17. ચપટીઅજમો
  18. મીઠું સ્વાદમુજબ
  19. પાણી જરૂર મુજબ
  20. સજાવટ માટે
  21. ડુંગળીની રિંગ
  22. ટમેટાની રિંગ
  23. કોથમીર
  24. પીરસવા માટે
  25. ગ્રીન સલાડ
  26. મૂળો
  27. કાકડી
  28. મસાલા છાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છોલે ચણા ને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળવા.
    ત્યારબાદ મીઠું નાખી પ્રેસ્સરકકર માં બાફી લેવા

  2. 2

    પુરી માટે લોટ ચાળી..મોંણ નાખી સ્વાદ મુજબ મીઠું અને ચપટી અજમો નાખવો.
    અને મિક્સ કરી લોટ બાંધી કેળવી ૩૦ મિનટ ઢાંકી રાખી દેવો.

  3. 3

    મિક્સર જારમાં બે ટમેટા.બે ડુંગળી લસણ આદુ ગ્રાઇન્ડ કરી ગ્રેવી બનાવી લેવી

  4. 4

    એક તવીમાં છોલે માટે વઘાર માટે ત્રણ મોટા ચમચા તેલ મૂકવું
    તેલ ગમ થાય એટલે રાયજીરુ નાખવા
    રાય તતડી જાય એટલે તૈયાર ગ્રેવી નાખવી.
    ગ્રેવી સરસ ચડી જાય તેલ છૂટું pde એટલે મસાલા ઉમેરવા
    હળદર..ધાણાજીરું..લાલમરચું...ગરમ મસાલો મીઠું ઉમેરવું
    ચણા બાફતી વખતે મીઠું નાખી બાફ્યા હોય છે એટલે પછી જોઈ ને ઉમેરવું
    બધું સરસ મિક્સ થઇ જાય એટલે બાફેલા ચણા ઉમેરવા
    જરુરમુજબ પાણી ઉમેરવું
    ૫ થી સાત મિનિટ ચડવા દેવું
    ગેસ બંદકરી કોથમીર ઉમેરવી
    ચણા તૈય્યાર.........

  5. 5

    પુરી માટે લોટ ના લુઆ કરી મોટી મોટી પુરી વણી લેવી
    અને તેવી માં તેલમાં બદામી તળી લેવી

  6. 6

    એક ડીશમાં ચણા પીરસી તેને ટમેટાની રિંગ...ડુંગળીની રિંગ કોથમીર થી સજાવો

  7. 7

    મોટી થાળી માં પુરી પીરસો. સાથે છોલે ની ડીશ મુકો..
    સાથે મસાલા છાસ...ગ્રીન કેબેજ સલાડ..કાકડી...મૂળા સાથે ગરમાગરમ પીરસો...

    તો તૈય્યાર છે પંજાબ પ્રાંતની પારંપરિક વાનગી....છોલે પુરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes