રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ બાજરાના લોટને કથરોટમાં ચાલી લો.
તેમાં જરુરમુજબ મીઠું અને પાણી નાખી લોટ ને બાંધો.
લોટમે હથેળી વડે ખુબ જ કૂણવો.
પછી ભીનો હાથ કરી લોટ હાથ માં લઇ રોટલો ટીપીને ઘડી લો.
રોટલો શેકવા માટે માટીની તાવડીનો જ ઉપયોગ કરવો.
રોટલો સરસ થી સેકી લો.
રોટલો ઠંડો થાય એટલે નાના નાના ટુકડા કરી લો. - 2
એક કડાઈમાં તેલ ગરમ મુકો
તેલ ગરમ થાય એટલે રાય..જીરું...ઉમેરો.
રાયજીરુ તતડી જાય એટલે સૂકું લસણ નાખવું
સૂકું લસણ ગુલાબી રંગનું થાય એટલે લીલી ડુંગળી નાખવી.
લીલી ડુંગળી સહેજ ચડી જાય એટલે બધા મસાલા સ્વાદમુજબ નાખવા.
ત્યારબાદ મીઠું નાખવું.....જરુરમુજબ.. - 3
મીઠું નાખ્યા બાદ જ છાસ નાખવી.પહેલા નાખશો તો ફાટી જશે.
જરૂર પડે તો છાસ સાથે થોડું પાણી ઉમેરવું.
બધું જ એકરસ થઇ ઉકળવામાંડે એટલે રોટલા ના ટુકડા નાખી દેવા.
રોટલાના ટુકડા છાસ અને મસાલા સાથે એકરસ થઇ જાય એટલે ગેસ બન્ધ
કરી દેવો. - 4
ગરમાગરમ વઘારેલા રોટલા ને એક ઊંડી ડીશમાં લઇ રૂપે ફુદીનાનું પાન..કોથમીર.
જીણુ સમારેલું ટામેટું વગેરેથી સુશોભિત કરી પીરસો.સાથે મલાઈદાર દહીં પીરસો.તૈયાર છે કાઠિયાવાડી નું ખાસ શિરામણ....વઘારેલો રસદાર રોટલો..
શિયાળામાં આ રોટલો ખાવાની ખુબ જ મજા આવે છે.
કચ્છ સૌરાષ્ટ્ર માં ગલી ગલી એ મળતું અને ઘેર ઘેર બનતું આ કાઠિયાવાડી
સ્ટ્રિટફૂડ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વડા (vada recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩મોનસૂન સ્પેશ્યલ ,,,ચોમાસામાં ઝરમર વરસાદ વરસતો હોય અને તીખું તમતમતું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છેસાથે આદુવાળી ચા અને ભજીયા ,વડા ,ગાંઠિયા તે પણ ગરમાગરમ ,,,પછી તો પૂછવું જ શું ;આજે હું જે રેસીપી આપણી સાથે શેર કરું છું તે અમારી પરંપરાગત રેસીપી છે ,મારા દાદી સાસુમાપાસે થી આ શીખી છું ,,માતાજીને નોરતામાં આઠમના નેવેદયમાં પણ ધરવાય છે ,કાળીચૌદશનાંદિવસે પણ આ જ વડા અમારે ત્યાં બને છે ,સ્વાદમાં એટલા સરસ બને છે કે આપણે બનાવતા જ રહીયેઅને પરિજનો ગરમાગરમ ખાતા જ રહે ,,, Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (3)