છોલે પુરી

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ કાબુલી ચણા
  2. ૨ નંગ ડુંગળી
  3. ૨ નંગ ટામેટા
  4. ૩ ચમચી તેલ
  5. 1 ચમચીછોલે મસાલો
  6. અડધી ચમચી જીરૂ
  7. 1તમાલપત્ર
  8. 1બાફેલુ બટેટુ
  9. મીઠું, મરચું, હળદર, ધાણાજીરું સ્વાદ પ્રમાણે
  10. લોટ માટે
  11. 2 કપઘઉંનો લોટ
  12. અડધી ચમચી જીરૂ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 2 ચમચીતેલ મોણ માટે
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને આગલે દિવસે રાતે પલાળી લો બાદ તેને બાફી લો તેની અંદર એક નાનું બટેટું નાખવું બફાઈ જાય બાદ તને એક સાઈડ રાખો ટામેટા અને ડુંગળીને ગ્રેવી કરી લો એક પેનમાં તેલ મૂકો જીરુ તમાલપત્ર નાખો.

  2. 2

    તેલ આવે એટલે તેમાં પીસેલી ગ્રેવી નાખો બધા મસાલા કરો થોડું ઉકળવા દો.

  3. 3

    બાદ તેમાં છોલે ના ચણા નાખો જરૂર લાગે તો થોડું પાણી નાખો અને તેને ગેસ પર પાંચ દસ મિનિટ ધીમા તાપે રહેવા દો. બાદ ગેસ બંધ કરો.

  4. 4

    લોટ ની અંદર જીરું તથા મોણ નાખીને કઠણ લોટ બાંધી લો બાદ તેની પૂરી વણીને તળી લો.

  5. 5

    તૈયાર છે આપણી છોલે પુરી. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes