લીલી ડુંગળી લસણ ની કઢી

#દાળકઢી
શિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે.
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢી
શિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં નાખી તેમાં ચણાનો લોટ અને પાણી નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લો.બીજી બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ઘી ગરમ કરી તેમાં જીરું અને રાઈ નાખો લીમડાના પાન,તજ, લવિંગ મરી આખા લાલ મરચાં નાખીને હલાવી લો હવે તેમાં કાપેલી લીલી ડુંગળી અને લીલું લસણ નાખી સાંતળો.હળદર લાલ મરચું ધાણા જીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં દહીં નાખી બરાબર મિક્સ કરો.હવે કઢી ને બરાબર ઉકાળી લો.૬-૭મિનિટ ઉકળવા દો.પછી લીલા ધાણા નાખી લો.
- 4
તૈયાર છે લીલી ડુંગળી અને લસણ ની કઢી.રોટલા સાથે સર્વ કરો.સાથે મરચાં અને ડુંગળી રાખો.
Similar Recipes
-
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
શિયાળુ લીલી કઢી
#દાળકઢી#onerecipeonetree#પીળીશિયાળા મા જયારે ભરપૂર માત્રા મા લીલું લસણ, લીલો કાંદો, લીલી હળદર, તાજું આદુ મળતું હોય છે ત્યારે મારાં ઘરે વારંવાર લીલી કઢી બનાવવા મા આવે છે. આ કઢી મા બધું લીલું તાજું નાખવામાં આવે છે એટલે મારાં ઘર મા એનું નામ લીલી કઢી બની ગયું છે. જેને અમે બાજરા ના રોટલા અને ખીચડી જોડે પીરસીએ છીએ. સ્વાદ મા ખાટી મીઠી અને સુંદર શિયાળુ લીલી ભાજી હળદર વાડી આ કઢી સ્વાસ્થ્ય માટે પણ ખુબ સરસ છે. ઘણી વાર અમે આમાં મેથી અને તુવેર ના દાણા પણ ઉમેરીએ છીએ. Khyati Dhaval Chauhan -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કાઠિયાવાડી કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
લહસૂની ફ્લેવર કઢી
#દાળકઢીગુજરાતી કઢી ખાટી-મીઠી હોય છે તેમજ સફેદ અને હળદર વાળી પણ હોય છે... મે અહીં લસણ ફલેવર વાળી કઢી બનાવી છે જે ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને શિયાળાની ઠંડી મા ગરમાગરમ આદુ લસણ વાળી કઢી પીવાની મજા પડી જાય છે મે ખીચડી સાથે પીરસી છે. Hiral Pandya Shukla -
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
🌱 મેથીની કઢી🌱
#દાળકઢી#પીળી 🍁મિત્રો શિયાળાની ઋતુમાં આપણે મેથી ની ભાજી નો ઉપયોગ અનેક વાનગીઓ માં કરીએ છીએ... મેથી ની ભાજી અને સુકી મેથી બન્ને હેલ્થ માટે ખૂબ જ સારા છે તો આજે હું લઈને આવી છું કાઠીયાવાડી મેથી ની કઢી😋 ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે..તો ચાલો રીત જોઈએ.. Krupali Kharchariya -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
-
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
#AM1કઢીતો દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે.અને એનામાં પણ ખાટી મીઠી કાઢી હોય તો મજા આવી જાય. કઢી તો ખીચડી જોડે, રોટલા જોડે ખૂબ સરસ લાગે છે.મને આમ કઢી નથી ભાવતી પણ કાલે મે જે કઢી બનાઈ તો મને બહુ સરસ લાગી. megha sheth -
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢીફ્રેન્ડસ,મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍 asharamparia
More Recipes
ટિપ્પણીઓ