ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ કારેલા
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૫ ચમચા શેકેલા સીંગદાણા ભૂકો
  4. ૧ ચમચો તલ
  5. ૫ ચમચા ગોળ
  6. ૧ ચમચી મીઠું
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૩ ચમચી ધાણાજીરું
  9. ૨ ચમચી લાલ મરચું
  10. ૪ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કારેલા ને સમારી ૧ ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેને ૧/૨ કલાક રાખી દેવું

  2. 2

    હવે કડાઈ માં ૨ ચમચા તેલ ઉમેરી જીરું, હળદર, હિંગ, મીઠું અને બટાકા ને સમારી ને ઉમેરવા હવે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચડવા દેવું. બટાકા સંતળાઈ જાય એટલે કાઢી લેવા.

  3. 3

    હવે એજ કડાઈ માં ૨ ચમચા તેલ ઉમેરી મીઠું ચોળી ને રાખેલ કારેલા ને હાથ થી દબાવી પાણી નિકાળી ને કડાઈ માં ઉમેરવા. હવે કારેલા ને ઢાંકી ને ચડવા દેવા. થોડા ક્રિસ્પી થાય એ મુજબ ચડવા દેવા.

  4. 4

    ચડી જાય એટલે તેમાં બટાકા ઉમેરી શેકેલા સીંગદાણા નો ભૂકો, ધાણાજીરું, લાલ મરચું, તલ ઉમેરી હલાવી લેવું.

  5. 5

    હવે તેમાં સમારેલ ગોળ ઉમેરી મિક્સ કરો ૧ મિનિટ સુધી હલાવતા રહેવું. શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (3)

દ્વારા લખાયેલ

bhuvansundari radhadevidasi
પર

Similar Recipes