પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#એનિવર્સરી
#સ્ટાર્ટર્સ
બ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.
પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.
અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે.

પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ

#એનિવર્સરી
#સ્ટાર્ટર્સ
બ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.
પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.
અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ મધ્યમ બાફેલા બટાકા
  2. ૨ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  3. સ્ટફિંગ માટે સમાગ્રી:
  4. ૧/૪ કપ બાફેલા સ્વીટ કોર્ન
  5. ૧/૪ કપ ખમણેલું ચીઝ
  6. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  7. ૧ /૨ ટી સ્પૂન ઓરેગાનો
  8. મીઠું- કાળી મરી પાવડર સ્વાદ અનુસાર
  9. ૧/૨ કપ બ્રેડ ક્રમ્સ
  10. તેલ તળવા માટે
  11. રેડ સ્વીટ ચીલી સોસ સાથે પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને છાલ ઉતારી ને મેશ કરવું. એમાં મીઠું અને મરી પાવડર, કોર્ન ફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી ને પૂરણ તૈયાર કરો. ૮ લુઆ બનાવીને બાજુ પર મૂકો.

  2. 2

    બાફેલા સ્વીટ કોર્ન ને અધકચરા વાટી તેમાં ખમણેલું ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મીઠું મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.

  3. 3

    બટેટા ના લુઆ ને ચપટા કરી તેમાં તૈયાર કરેલું ૧ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી ને બંધ કરીને ગોળ વાળી લો. દરેક બોલ્સ પર થોડો તેલ ચોપડો.

  4. 4

    બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને એરફ્રાયર માં ૨૦૦ તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરો. ઠંડા કરવા.

  5. 5

    ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગના તળી લો.

  6. 6

    સ્વાદિષ્ટ ગરમાગરમ પોટેટો કોર્ન ચીઝ બોલ્સ,રેડ સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes