આલુ-મટર કોરમા

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607

#એનિવર્સરી
#મેઈનકોર્સ

એક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!

આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!
એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!
મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.
કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.
મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં
#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ વટાણા, બ્લાન્ચ કરેલા
  2. ૧/૨ કપ બટેટા, બાફેલા
  3. ૧ મોટું ટમેટું, બારીક સમારેલું
  4. ૧ મોટી ડુંગળી, બારીક સમારેલી
  5. ૧/૪ ચમચી જીરૂ
  6. ૧/૨ ચમચી ગરમ મસાલો
  7. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧/૪ ચમચી હળદર
  9. ૨ ચમચા ઘી
  10. ૧ કપ ઘાટું દહીં
  11. નમક સ્વાદાનુસાર
  12. કોથમરી, ગાર્નિશીંગ માટે
  13. પેસ્ટ બનાવવા માટે : અડધી ચમચી ખસખસ, પા ચમચી વરીયાળી,
  14. ૧/૨ ચમચી ટોપરાનું ખમણ, ૨ લવિંગ, ૧ ટુકડો તજ, ૮ કાજુ,
  15. ૨ લીલાં મરચાં, ૬ કળી લસણ, ૧ ટુકડો આદુ, જરૂર પૂરતું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેસ્ટ બનાવવા માટેની તમામ સામગ્રી મિક્સરની નાની જારમાં લઈ તેમાં થોડું પાણી ઊમેરી સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.

  2. 2
  3. 3

    ઊકળતા પાણીમાં એક ચપટી ખાવાનો સોડા ઊમેરી લીલા વટાણા માત્ર પાંચ મિનીટ સુધી પકાવી હાફકૂક એટલે કે બ્લાન્ચ કરી લેવા.

  4. 4

    બટેટા બાફી લઈ તેનાં નાનાં ટુકડાઓ સમારી લેવા.

  5. 5

    ડુંગળી બારીક સમારી લેવી.

  6. 6

    એ જ રીતે ટમેટાં પણ બારીક સમારી લેવા.

  7. 7

    એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો.
    ઘી ગરમ થાય ત્યારે તેમાં જીરૂ ઊમેરો.

  8. 8

    જીરૂ તતડે ત્યારે તેમાં ડુંગળી અને ટમેટાં ઊમેરી ટમેટાં ગળી જાય ત્યાં સુધી સાંતળો.

  9. 9

    લાલ મરચું તથા હળદર ઊમેરી ફરીથી સાંતળો.

  10. 10

    અડધો ગ્લાસ પાણી ઊમેરી એક ઉકાળો આવે ત્યારે તેમાં બાફેલા બટેટા અને વટાણા ઊમેરી દેવા.

  11. 11

    થોડી વાર પછી તૈયાર કરેલી પેસ્ટ, દહીં, ગરમ મસાલો અને સ્વાદાનુસાર નમક ઊમેરી ધીમી આંચ પર થોડું વધારે પકાવવું.

  12. 12

    તમારું આલુ-મટર કોરમા તૈયાર છે.

  13. 13

    સર્વિંગ બાઉલમાં લઈ, મનપસંદ ગાર્નિશીંગ કરો અને ગરમાગરમ ફુલકા કે પરાઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607
પર

ટિપ્પણીઓ

Similar Recipes