પનીર ચીઝ મસાલા દાલ તડકા જીરા રાઈસ લચ્છી નાન સલાડ

માયા જોશી
માયા જોશી @cook_19316891

#એનિવર્સરી
#week3#

પનીર ચીઝ મસાલા દાલ તડકા જીરા રાઈસ લચ્છી નાન સલાડ

#એનિવર્સરી
#week3#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ પનીર
  2. સો ગ્રામ ચીઝ
  3. ૮ કાજૂ
  4. 2મીડિયમ ટમેટા
  5. 2મીડિયમ ડુંગળી
  6. 7કળી લસણ
  7. ટુકડોઆદુનો
  8. 2લીલા મરચા
  9. 2 ચમચીફુદીનો
  10. 1વાટકી કોથમીર
  11. મીઠો લીમડો
  12. મરચું પાવડર
  13. ધાણાજીરૂ
  14. હળદર
  15. ગરમ મસાલો
  16. 1બાઉલ price બોઈલ કરેલા
  17. આખું જીરું એક ચમચી છે
  18. 1 ચમચીબટર
  19. મીઠું
  20. ૧ વાટકો અન પોલીસિંગ તુવેર દાળ
  21. 2નાની ડુંગળી ઝીણી સુધારેલી
  22. 2નાના ટમેટા ઝીણા સુધારેલા
  23. 1આદુનો ટુકડો અને ૬ કળી લસણ ખાંડેલી
  24. 1મોટા મરચા ઝીણી સુધારેલી કટકી
  25. ચમચીબટર ૨
  26. તેલ 2 ચમચી થી 3 ચમચી
  27. આખું જીરો
  28. 2લાલ સુકા મરચા
  29. હિંગ
  30. 1મોટો વાટકો દઈ
  31. અડધો વાટકો ખાંડ
  32. પા ચમચી નમક
  33. 1 ચમચીકોથમીર
  34. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  35. 1 ચમચીબેકિંગ સોડા
  36. 1 ચમચીબેકિંગ પાવડર
  37. મીઠું સ્વાદ અનુસાર
  38. 2 ચમચીતેલ
  39. 1 કપદહીં
  40. ૧ વાટકો કોથમીર
  41. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હેલો મિત્રો આજે સૌ પ્રથમ આપણે પહેલાંનાં બનાવવાનું start કરશો તો એની માટે પહેલા આપણે મેંદો લેશુ 250 ગ્રામ બે ચમચી તેલ નાખી શું 1 કપ દહીં નાખી શું એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી બેકિંગ પાવડર અને ઠંડા પાણીથી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લેશો અને તેને 15 મિનિટ માટે રાખી દેશો પછી બનાવશો 15 મિનિટ રાખ્યા પછી આપણે તેને લાંબા આકારમા વણી લે શું અને પછી તેની ઉપર પાણી લગાવી લેશો તેની એક સાઈડ અને તેની ઉપર કોથમીર છાંટી દેશો અને પછી જ્યારે તવી ગરમ થાય એટલે તેનાં તેમાં ચોટાડી દેશો અને તવાને ઉંધી કરી ઉપર

  2. 2

    ભાગ શેકી લેશો ઉપર બટર લગાવી આપણી નાંનતૈયાર છે

  3. 3

    હવે આપણે ચીઝ પનીર મસાલા સબ્જી બનાવશો મિત્રો સ્પેશ્યલી આ વાત કહીશ તમને આ સબ્જી બહુ જ સરસ છે ટેસ્ટમાં બહુ સારી થાય છે પ્લીઝ એકવાર બનાવજો તો ચાલો આપણે સબ્જી બનાવી તેની માટે આપણે ૧૦૦ ગ્રામ પનીર અને ૧૦૦ ગ્રામ ચીઝ લેશો પનીરને 50 ગ્રામ નાના ટુકડામાં કાપી લઈ લેશું અને ૫૦ ગ્રામ ની ખમણી નાખશો અને ચીજને નાના ટુકડામાં કાપી લેશો આ રીતે પછી આપણે એક મિક્સીમાં ડુંગળી ટમેટા કાજુ ફુદીનો કોથમીર મીઠો લીમડો મેક્સિમા smooth પેસ્ટ બનાવી લેશું

  4. 4

    પછી આપણે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ અને 2 ચમચી બટર લેશું તેની અંદર આદુ લસણ અને મરચાની પેસ્ટ નાંખી શું બે ચમચી અડધી ચમચી હળદર નાખી શું અને અડધી ચમચી મરચું પાવડર અને થોડી પેસ્ટ બ્રાઉન થાય એટલે તેમાં આપણે આ બનાવેલી ગ્રેવી એડ કરી દેશો

  5. 5

    પછી તેને મેડમ ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે સાંતળો અને તેની અંદર બે ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ખાંડ તેને પાંચ-સાત મિનિટ માટે સાંતળો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જ્યાં સુધી ઓઇલ અને બટર ઉપરના આવી જાય આ રીતે

  6. 6

    પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખી અને પાંચ મિનિટ માટે ફરીથી મીડીયમ ગેસ ઉપર રાખો પછી તેમાં છીણેલું પનીર કટકા કરેલ ચીઝ ના પીસ બધું ઉમેરી દો અને ફરીથી પાંચ મિનિટ માટે સાંતળો અને ઉપરથી ગાર્નીશિંગ માટે કોથમીર છાંટવી અને ખમણેલું ચીઝ તો આપણો ચીઝ પનીર મસાલા તૈયાર છે મિત્રો ખરેખર ખુબ જ સરસ સમજી થાય છે please એક વાર જરૂર ટ્રાય કરજો

  7. 7

    હવે આપણે દાલ તડકા બનાવીશું આ પણ સ્વાદમાં ખુબ જ સરસ થાય છે અને છોકરાઓને પણ બહુ જ ભાવે છે તો પહેલા આપણે એક મોટો વાડકો અને પોલીસિંગ તુવેર દાળ લઈ લેશો એટલે કે તેલ વગરની તુવેરની દાળ હવે આપણે કુકર ની અંદર તે દાળને ૪ ૫ પાણીને સાફ કરી અને લઈ લેશું તેનીઅંદર બે ગ્લાસ પાણી નાખી શું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને 5સીટી લગાવી લેશો

  8. 8

    જેમકે તમે ઉપર દાળ જોઈએ રીતના બફાઈ જાવી જોઇએ પછી આપણે ડુંગળી ટમેટા મરચા ની ઝીણી કટકી કરી લેશું અને આદુ અને લસણને ખાંડી લેશું

  9. 9

    પછી એક કડાઈમાં બે ચમચી તેલ અને 2 ચમચી બટર લેશો પછી તે ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આખું જીરૂ નાખીશું અને લસણ આદુની પેસ્ટ નાખી શું ડુંગળી નાખીશું અને તેને બ્રાઉન થવા દેશો પછી તેમાં લીલા મરચા ને ટમેટા એડ કરીશું અને તેની અંદર એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ પા ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદાનુસાર અને તેને મીડીયમ ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો જ્યાં સુધી તે ગ્રેવી ના થઈ જાય આ રીતે

  10. 10

    પછી તેની અંદર જે આપણી દાળ બાફેલી છે તે નાખી દેશો અને તેને પાંચથી સાત મિનિટ માટે મિડિયમ ગેસ ઉપર ઉબાલઆવે ત્યાં સુધી ચઢવા દો

  11. 11

    પછી તેની ઉપર કોથમીર નાખી શણગારો આપણી દાલ તડકા તૈયાર છે પછી જ્યારે આપણે જમવા બેસીએ ત્યારેઉપરથી તેનો તડકો લગાવવો જેમાં એક ચમચી તેલ લેવું તેની અંદર અડધી ચમચી જીરૂં નાખો બંને ગરમ થઇ જાય એટલે તેમાં લાલ સુકા મરચા પા ચમચી મરચું પાવડર અને પાંચ ચમચી હિંગ નાંખવી અને દાળની ઉપર તે બધું ગરમ કરી તેની ઉપર લગાવી દેવું આ રીતે આપણી મસ્ત અને ટેસ્ટી દાલ તડકા તૈયાર છે

  12. 12

    હવે આપણે જીરા રાઈસ બનાવીશું તો એની માટે આપણે સૌ પ્રથમ ચોખા ને બાફી લેશું જેમ કે આપણે રેગ્યુલર ભાત બનાવીએ છીએ એ રીતે પણ સાવ ચડવાના નહિ દેવાના પછી એક કડાઈમાં બે ચમચી બટર અને એક ચમચી તેલ લઇ તેમાં આખું જીરું નાખી એક ચમચી ભાત એડ કરી દેવા તેની અંદર સ્વાદ અનુસાર મીઠું આખું પાંચ મિનિટ માટે હળવા હાથે ચલાવું આપણા જીરા રાઈસ તૈયાર છે

  13. 13

    હવે મિત્રો આપણે લચ્છી બનાવશું પ્લેન દહીની લચ્છી તો સૌ પ્રથમ આપણે લઈશું જેટલા ભાગનો દહીં એનાથી અડધી ખાંડ લેવીમિક્સ કરો તેની અંદર પાંચ ચમચી જેવું નમક નાખવું અને એક ચમચી જેટલી કોથમીર છાંટવી અને સારી રીતે મિક્સ કરી દેવું અને તેને બ્લેન્ડરથી નો મિક્સ કરવું તેને ઘરની જે આપણી ઝરણી તેનાથી હળવા હાથે મિક્સ કરવું અને પછી તેને ફ્રીઝમાં ઠંડી થવા માટે રહેવા દેવી આ રીતે આપણી ઠંડી તૈયાર છે તો આ રીતે મેઈન કોર્સ તૈયાર કર્યો છે જો તમને બધાને ગમ્યું હોય તો પ્લીઝ મને કહેશો માયા જોશી જય ગજાનંદ

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
માયા જોશી
પર

ટિપ્પણીઓ

Similar Recipes