કાઠિયાવાડી તુવેર ના ટોઠા સાથે કુલચા અને બ્રેડ

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528

#એનિવર્સરી વીક 3

કાઠિયાવાડી તુવેર ના ટોઠા સાથે કુલચા અને બ્રેડ

#એનિવર્સરી વીક 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઆખા તુવેર
  2. 1 કપટમેટા ની પ્યોરી
  3. 2નંગ ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. પોણો કપ લીલુ લસણ ઝીણુ સમારેલ
  8. 2 ચમચીલીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા
  9. 2 ચમચીકોથમીર સમારેલી
  10. 4-5ચમચા તેલ
  11. 2 ચમચીલાલ મરચું પાવડર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. અડઘિ ચમચી હળદર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. નમક જરૂર મુજબ
  16. પાણી જરૂર મુજબ
  17. અડઘિ ચમચી રાય
  18. અડઘિ ચમચી જીરું
  19. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર ને ધોઈને 7 થી8 કલાક સુધી પલાળી રાખો અને કુકર મા 4 થી 5 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મુકી ગરમ થાય એટલે તેમાં રાય અને જીરું નાખી સાંતળો

  3. 3

    રાય અને જીરું સંતળાય એટલે તેમાં હીંગ નાખી ડુંગળી ઊમેરો અને થોડી સંતળાય પછી તેમા આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઊમેરો અને 3 મિનિટ સાંતળો.

  4. 4

    હવે તેમાં લીલુ લસણ ઊમેરો અને 1 મિનિટ સાંતળો

  5. 5

    હવે તેમાં ટમેટા ની પ્યોરી ઊમેરો અને લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ, નમક, ગરમ મસાલો ઉમેરો અને તેલ છુટૂ પડે ત્યાં સુધી સાંતળો

  6. 6

    હવે તેમાં બાફેલા તુવેર પાણી સાથે જ ઊમેરો અને મિક્સ કરી લો અને ઢાંકીને 5 મિનિટ સુધી ઉકાળો

  7. 7

    હવે તેમાં ઉપર કોથમીર અને ડુંગળી ના પાન ઊમેરો અને મિક્સ કરી લો

  8. 8

    તો તૈયાર છે તુવેર ના ટોઠા. તેને મે કુલચા અને બ્રેડ તથા ભરેલા મરચાં, લીલી ચટણી અને છાશ સાથે સર્વ કર્યા છે. સાથે સલાડ પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

ટિપ્પણીઓ

Similar Recipes