કેરાલિયન દહીંભીંડી

આજે એક સાઉથ ઈન્ડિયન વાનગી
કેરાલિયન_દહીંભીંડી
આપણી રોજની રસોઈ સ્વરૂપે.
કેરાલિયન સ્ટાઈલમાં બનેલી ભીંડીની આ સબ્જીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલોવેલું દહીં આ તીખા શાકને થોડી ખટાશ આપીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.
કાજુ-કોકોનટની રિચ ગ્રેવી અને માઈલ્ડ ફ્લેવરનાં મસાલા, દહીં અને ફ્રાઈડ ભીંડી. એકદમ જમાવટ.
કેરાલિયન દહીંભીંડી
આજે એક સાઉથ ઈન્ડિયન વાનગી
કેરાલિયન_દહીંભીંડી
આપણી રોજની રસોઈ સ્વરૂપે.
કેરાલિયન સ્ટાઈલમાં બનેલી ભીંડીની આ સબ્જીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલોવેલું દહીં આ તીખા શાકને થોડી ખટાશ આપીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.
કાજુ-કોકોનટની રિચ ગ્રેવી અને માઈલ્ડ ફ્લેવરનાં મસાલા, દહીં અને ફ્રાઈડ ભીંડી. એકદમ જમાવટ.
રાંધવાની સૂચનાઓ
- 1
નાળિયેર-કાજૂની સુંવાળી પેસ્ટ બનાવવા માટે
૩/૪ કપ ખમણેલું નાળિયેર અને ૨ ચમચા કાજૂ લેવા. કાજુને થોડીવાર પાણીમાં પલાળી રાખવાં. ત્યારબાદ મિક્સરની નાની જારમાં આ બન્ને વસ્તુ લઈ, માત્ર જરૂર પુરતું જ પાણી ઊમેરી એકદમ સ્મૂધ પેસ્ટ ગ્રાઈન્ડ કરી લેવી. - 2
ભીંડો બરાબર સાફ કરી તેને ઊભાં ચીરીયામાં સમારી લેવો. આ ભીંડો તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ભીંડા મેળવીને, ભીંડા કરકરા થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા કરી બાજુ પર રાખો.
- 3
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ અને અડદની દાળ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચાં અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- 4
પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
- 5
હવે તેમાં ટમેટા, લાલ મરચું પાવડર, હળદર, નાળિયેર-કાજૂની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર તેમાંથી તેલ છુંટું પડે ત્યાં સુધી રાંધી લો.
- 6
તે પછી તેમાં દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર એકાદ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પાકવા દેવું.
- 7
છેલ્લે આ મિશ્રણમાં તળેલા ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લ્યો. તમારી સબ્જી તૈયાર.
- 8
ફુલકા રોટી કે સ્ટીમ રાઈસ સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળાચણાની કઢી
#એનીવર્સરી#મેઈનકોર્સરંગીલા રાજસ્થાનની એક પ્યોર દેશી વાનગી આજનાં મેઈનકોર્સ માટે.સૂકો રણપ્રદેશ અને સૂર્યદેવના પ્રખર તાપને કારણે રજવાડી રાજસ્થાનમાં લીલાં શાકભાજી કાયમ મળવા દોહ્યલા હોય છે. અને તેથી જ રાજસ્થાની શાકાહારી ભોજનમાં પૂરક પોષકતત્ત્વો પૂરાં પાડવાનું મહત્ત્વ કાર્ય કાયમ ચણાએ નિભાવ્યું હોય એવું જણાય છે.દહીં, બેસન અને મસાલાઓ વડે બનેલી કાળા ચણાની આ કઢી તમે ગરમાગરમ ફુલકા કે સાદા સ્ટીમ્ડ રાઈસ સાથે પીરસી શકો છો. Pradip Nagadia -
સેઝવાન ચટણી
#RecipeRefashion#પ્રેઝન્ટેશન...આ એક એવી ટેમ્ટીંગ ચટણી છે, જેને જોઈએ ને ખાવાનું મન થાય. અને એના મલ્ટીપલ ઉપયોગ પણ છે. Mita Shah -
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda -
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)
#GA4#Week16#Brownieબ્રૂકીઝ એટલે બ્રાઉનની અને કૂકીઝ નુ કોમ્બિનેશન. નાના મોટા સૌને બ્રાઉની અને કૂકીઝ બંને ખૂબ જ ભાવે છે. જો આ બંને નુ કોમ્બિનેશન મળી જાય તો પછી મજા જ પડી જાય. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ બ્રૂકીઝ ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
-
-
-
વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ બાસ્કેટ ચાટ
#સ્પ્રાઉટસ અને વેજીટેબલ કોમ્બિનેશન એ પણ ચાટના સ્વરૂપે મળી જાય તો ખાવાની મજા જ કંઈક ઔર છે. હેલ્ધી અને ટેસ્ટી Urmi Desai -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
મટર-પાલક નીમોના
#એનીવર્સરી#મેઈનકોર્સઆજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે. Pradip Nagadia -
-
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
ભીંડી કાજુ મસાલા
#શાકસરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
સ્ટફ્ડ ટોમેટો
#સ્ટફ્ડસાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી. Pradip Nagadia -
Jhal muri
આ એક બંગાળ-બિહાર નું સ્ટ્રીટ ફૂડ છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે #Day4#ઇબુક Jyotika Rajvanshi -
-
મેક્સિકન મીન્ટ કોકોનટ ડ્રાય ચટણી
#ચટણી#ફ્રુટસફ્રેન્ડ્સ, અજમા ના ગુણો થી આપણે સૌ પરિચિત છીએ. સ્વાદ અને સુગંધ માં એકદમ અલગ એવો અજમો જે શરદી, ખાંસી, કફ ,તાવ માં અકસીર દવા છે. પાચનતંત્ર સુઘારનાર અજમા ના પાન માં પાણી ની માત્રા પણ બીજા લીવ્સ કરતાં વઘુ હોય છે જે ચાવી ને ખાવા થી ગેસ ની સમસ્યા કે પેટ ના ક્રુમી , ભોજન માં અરુચિ વગેરે પેટ ને લગતી તમામ તકલીફો માં આરામ આપે છે સાથે દાંત ને સ્વચ્છ કરે છે , દાંત ના દુખાવા માં થોડી રાહત આપે છે. સ્કીન ઇમ્પ્રુવમેન્ટ અને બોડી ડિટોકસીફાય માં શ્રેષ્ઠ એવા અજમા ના પાન નો દવા તરીકે ઉપયોગ થાય જ છે સાથે તેમાંથી બનતાં ભજીયા તો લાજવાબ હોય છે. મેં અહીં અજમા ના પાન અને લીલાં ટોપરાની છીણ લઈ ને ટેસ્ટ ચટણી બનાવી છે. asharamparia -
હૈદરાબાદી દહીં પોટેટો
#સુપરચેફ 1આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. Mital Viramgama -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Dipika Bhalla -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
-
બાજરી મેથી ના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarinagotaશિયાળામાં બાજરી નો લોટ શરીર માં ગરમાવો લાવે છે,જે વ્યક્તિ કે બાળકો ને બાજરી નથી પસંદ કરતાં તેમને આ રીતે ગોટા બનાવી ને પીરસો તો ચટ દહીં ને દહીં કે દહીં ની ચટણી સાથે મોજ થી ખાશે... Krishna Dholakia -
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes -
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
બેસન માવા પિન્ની
#પંજાબીઆ પંજાબી સ્વીટ છે. જે બેસન, અડદ નાં લોટ અને ચોખા લોટ ની બનાવી શકાય છે. શિયાળા માં ખાસ બનાવવામાં આવે છે. અહીંયા મે માવા અને બેસન થી બનાવેલ છે. Disha Prashant Chavda -
-
-
More Recipes
ટિપ્પણીઓ