રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧/૨કલાક
  1. ૧ વાટકી ચોખા
  2. ૧/૨ વાટકી લીલા વટાણા
  3. ૧ ચમચી જીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૩ ચમચી તેલ
  6. દાલ ફ્રાય માટે ની સામગ્રી મા
  7. ૨ વાટકી બાફેલી તુવેર ની દાળ
  8. ૧/૨ વાટકી ટામેટા પેસ્ટ
  9. ૧/૨ વાટકી ડુંગળી ની પેસ્ટ
  10. ૩ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  11. ૨ ચમચી ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૪ ચમચી તેલ
  14. ચપટીહળદર
  15. ૧ ચમચી ધાણાજીરૂ
  16. ૨ ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧/૨કલાક
  1. 1

    પેહલા એક તપેલીમાં પાણી લઈ ને ગેસ પર ઉકાળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં વટાણા,તેલ અને જીરું નાખી ઉકાળી જાય એટલે તેમાં ચોખા નાખી ને બફાવા દો.

  2. 2

    ચોખા બફાઈ જાય એટલે એક કાણા વાળા બાઉલ માં કાઢી લો એટલે પાણી નીતરી જાય.પછી ચમચા થી છુટ્ટો પાડી દેવો.

  3. 3

    હવે દાલફા્ય બનાવા માટે બાફેલી દાળ ને એક તપેલુ મા કાઢી તેમા લીંબુ નો રસ, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર નાખી ને ગેસ પર ઉકાળવા મુકો.

  4. 4

    પછી આદુ મરચાં ની પેસ્ટ મીક્ષરમાં પીસી લો.

  5. 5

    એજ રીતે ડુંગળી, ટામેટા ની પેસ્ટ તૈયાર કરો.

  6. 6

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.

  7. 7

    પછી તેમા આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.

  8. 8

    અને ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરી લો અને સાંતળો તેલ છુટું પડે ત્યાં સુધી.

  9. 9

    પછી તેમા ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી ને દાળ નાખી દો.

  10. 10

    હવે દાળ ને ૫ મીનીટ ઉકાળી જાય એટલે.

  11. 11

    તેને મટર જીરા રાઈસ સાથે સર્વ કરો 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes