ઓટ્સ, પૌવા ના મિક્સ વેજ ગોટા

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

ઓટ્સ, પૌવા ના મિક્સ વેજ ગોટા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મીનીટ
  1. ૧ મોટી વાટકી ચણાનો લોટ
  2. ૧ વાટકી પ્લેન ઓટ્સ
  3. ૧ વાટકી પૌવા
  4. ૧/૨ વાટકી રવો
  5. મસાલા માટે ની સામગ્રી મા
  6. ૨ ચમચી વરિયાળી
  7. ૧ ચમચી જીરૂ
  8. ૧/૨ હળદર પાઉડર
  9. ૨ ચમચી ધાણાજીરૂ
  10. ૩ ચમચી લીંબુનો રસ
  11. ૪ ચમચી ખાંડ
  12. ૧ ચમચી મરી પાવડર
  13. ૧ પેકેટ ઈનો
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. તેલ તળવા માટે
  16. વેજીટેબલ માટે જોઈશે
  17. ૧ બટાકુ
  18. ટામેટા
  19. ૨ ડુંગળી
  20. ૧/૨ વાટકી ધાણા ઝીણા સમારેલા
  21. ૩ ચમચી આદુ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    પેહલા બટાકા, ટામેટા અને ડુંગળી ને એકદમ બારીક સમારી લો.અને ઓટ્સ,અને પૌવા ને મિક્સર મા એકદમ બારીક પાઉડર તૈયાર કરી લો.

  2. 2

    પછી એક મોટી તપેલીમાં ચણાનો લોટ, ઓટ્સ અને પૌવા નો પાવડર નાખો, તેમા આદુ મરચાં ની પેસ્ટ, ઉપર બતાવેલ મસાલા અને વેજીટેબલ ના ટુકડા નાખી મિક્સ કરો.

  3. 3

    રવા ને થોડો તેલ મા મોવણ કરી ને નાખો, તેમા એક નાની વાટકી મા થોડુ પાણી નાખી ને ઇનો મિક્સ કરી ખીરા માં નાખી ને ૫ મીનીટ મીક્સ કરો.

  4. 4

    ગોટા પડે તેવુ ખીરું તૈયાર કરો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચપટી મીઠું નાખી દો.

  6. 6

    પછી હાથ વડે ગોળ આકારના ગોટા તેલ મા પાડી ને બા્ઉન કલર ના કી્સપી તળી લો.

  7. 7

    તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને ડુંગળી નુ કચુંબર અને કઢી સાથે સર્વ કરો 🙏 તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી અને યુનીક ઓટ્સ અને પૌવા નાં ટેસ્ટી ગોટા.💞

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes