રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીપુરી માટે ચણા અને કેળા તૈયાર કરી લેવા. ચણા ને સવારે પલાળી રાખવાં છ કલાક પલાળવા. ત્યારબાદ સાંજે કુકરમાં પા ચમચી સોડા નાખીને પાંચથી છ સીટી વગાડવી અને દસ મિનિટ ધીમો રાખો એટલે એકદમ સરસ બફાઈ જશે.
- 2
ચણા બફાય ત્યાં સુધી કાચા કેળા બે-ત્રણ સીટી એ બાફી લેવા. હવે આપણે ચણાને કેળા બફાઈ ગયા છે.
- 3
હવે બફાઈ ગયેલા ચણા અને કાચા કેળા ને છુંદો કરીને મિક્સ કરી લેવા.ત્યાર બાદ તેમાં લીલા તીખા 2 મરચા અને કોથમીર નાખવા.
- 4
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ અને મરી પાવડર નાખો.
- 5
ત્યારબાદ ૧ ચમચી લાલ મરચું નાખવું.બધું સરખું મિક્ષ કરો એટલે આપણો કાચા કેળાંને ચણા નો મસાલો તૈયાર.
- 6
ફુદીના ના નું પાણી માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી. ફૂદીનાને ને ધોઈને મિક્સર માં નાખવો.ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાં નાખવાં.
- 7
મરી પાઉડર,લીંબુ સ્વાદ મુજબ નાખો. ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સરમાં ફેરવી નાખો. પછી તેને ત્રણ-ચાર કલાક એમને એમ જ રાખવું. ગાળવું નહીં જેથી કરીને ફુદીના નો પુરેપુરો ટેસ્ટ અને સુગંધ પાણીમાં બેસી જાય.
- 8
પછી જ્યારે જમવા બેસવું હોય ત્યારે ફુદીનાનું પાણી ગાળી લેવું. હવે આપણું તીખુંતમતમતું ટેસ્ટી ફુદીનાનું પાણી તૈયાર. પાણી ગાળી અને સ્વાદ મુજબ સંચળ નાખવું.
- 9
હવે લાલ મરચાની ચટણી માટેની બધી આઇટમ તૈયાર કરવી. તેમાં સ્વાદ મુજબ મીઠું અને ગળપણ ગોળ નાખવો.
- 10
અને એક લીંબુ નિચોવીને મિક્સરમાં ત્રણથી ચાર આટા ફેરવવા. તીખી લાલ મરચાની ચટણી તૈયાર.
- 11
હવે ખજૂર આમલીની ચટણી માટે 50 ગ્રામ ખજૂર અને સો ગ્રામ આંબલી પેલા ગરમ પાણીમાં ઉકાળી લેવું. ઠરે પછી મિક્ચર માં નાખીને તેમાં સ્વાદ મુજબ મીઠું,લાલ મરચું, ધાણાજીરુ અને બે ચમચી જેટલો ગોળ નાખીને મિક્સરમાં પીસી લેવું. અને પછી મોટી ગરણી થી ગાળવું.આપણી ખટમીઠી આમલી ની ચટણી તૈયાર.
- 12
હવે પાણીપુરી ની બધી જાય તૈયાર કરી લેવી.એક પ્લેટમાં પુરી, ચણા નો મસાલો,સેવ અને મરી પાવડર તૈયાર કરવો. એક બાઉલમાં આમલીની ચટણી,એક બાઉલમાં લાલ મરચાંની ચટણી. તૈયાર કરવી.થોડીક લાલ મરચાની ચટણી માં પા ગ્લાસ જેટલું પાણી નાખી અને તીખુ પાણી બનાવવું. અને અને બીજા એક બાઉલમાં ફુદીનાનું પાણી તૈયાર કરો.
- 13
પ્રથમ પૂરીમા ચણા નો અને કાચા કેળા નો મસાલો ભરવો.ત્યારબાદ ઉપર સેવ નાખવી પછી લાલ મરચા ની ચટણી નાખવી.
- 14
ત્યારબાદ કોથમીર ભભરાવી. અને ચપટીક મરી પાઉડર નાખો. અને ફુદીનાનાં અને આમલીનું પાણી મિક્સ કરી અને પૂરી તૈયાર કરવી.
- 15
હવે બધી જ લેડીઝ ની ફેવરિટ આપણી તીખી તમતમતી પાણી પુરી ની પુરી ખાવા માટે તૈયાર. અને લાસ્ટ માં છેલ્લે સંચળ મરી વાળી કોરી પુરી તો ખરી જ. એ પૂરી વિના પાણીપુરી તો અધુરી જ ગણાય.😘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
-
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
-
-
-
-
-
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
પાણીપુરી જૈન (Panipuri Jain Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#CookpadIndia પાણીપુરી તો નાના મોટા દરેકને ભાવતી હોય છે ગમે તે સમયે તે ખાવા માટે મન થઈ થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ચાટ માં પાણીપુરી એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે ઘરે પાણીપુરી બને એટલે જોડે જોડે મસાલા પૂરી, સેવપુરી ,ચટણી પૂરી, દહીપુરી એ બધું પણ બની જાય છે. પાણીપુરી જોઈએ ને એટલે તરત મોઢામાં પાણી આવી જ અહીં મેં જૈન પાણીપુરી બનાવી છે જેમાં બટાકા ના બદલે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે ચણા અને કાચા કેળા નો મસાલો તૈયાર કરેલ છે સાથે જૈન રગડો અને મસાલા મગ પણ તૈયાર કરેલ છે. સાથે તીખુ પાણી ,મીઠી ચટણી મસાલા પૂરી, સેવપુરી, દહીંપુરી, પુરીચૂરી વગેરે પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
દાબેલી નું જૈન સ્ટફિંગ (Jain stuffing for Dabeli recipe in Gujarati)
#KRC#કચ્છ#કચ્છી#દાબેલી#કાચા_કેળાં#STUFFING#TEMPING#SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છનું એક પ્રખ્યાત વ્યંજન દાબેલી જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે તે દેશભરમાં પ્રખ્યાત છે જે સ્વાદમાં ખાટું મીઠું ચટાકેદાર હોય છે. Shweta Shah -
-
-
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
More Recipes
ટિપ્પણીઓ (5)