ફલાફલ વિથ મિન્ટ હમસ

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#goldenapron3
ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય

ફલાફલ વિથ મિન્ટ હમસ

#goldenapron3
ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફલાફલ માટે
  2. 2 કપકાબુલી ચણા
  3. 1/2 કપકોથમીર
  4. 1 ટી સ્પૂનજીરું
  5. 1મીડીયમ ડુંગળી
  6. 1/2લિંબૂ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. હમસ માટે
  9. 1 કપબાફેલા કાબુલી ચણા
  10. 1/2 કપફુદીનો
  11. 5-6લસણની કળી
  12. 3-4ટે સ્પૂન દહીં
  13. 2ટે સ્પૂન તેલ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફલાફલ માટે ચણા ને 12-14 કલાક પલાળી દો.ચણા નું પાણી નિતારી ફૂડ પ્રોસેસર માં ફલાફલ માટેની બધીજ વસ્તુ મિક્સ કરી ક્રશ કરી લો.એકદમ ફાઈન પેસ્ટ ન કરતા થોડું દરદરૂ રાખવું.હવે તેને ફ્રીઝ માં 1/2 કલાક મૂકો.

  2. 2

    મિશ્રણ માંથી બોલ્સ બનાવી લો.અપ્પમ પેન ને ગરમ મૂકી તેલ લગાવી લો.બધા બોલ્સ તેમાં મૂકો ફ્લેમ સ્લો રાખો.તેને ઢાંકીને થવા દો.થોડીવાર પછી તેને ટર્ન કરી લો આમ બધી બાજુ થવા દો.

  3. 3

    હમસ માટે બઘી વસ્તુ મિક્સર બાઉલમાં મિક્સ કરો અને ક્રશ કરી લો.એકદમ ક્રીમી ટેક્સચર મળે તેવું ક્રશ કરો.

  4. 4

    હમસ અને ફલાફલ રેડી છે.હમસ પર થોડું તેલ અને ચીલી ફ્લૅક્સ ઉમેરી ફલાફલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes