શેર કરો

ઘટકો

  1. ૧ ૧/૨ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  2. ૩/૪ કપ બેસન
  3. ૩/૪ કપ ઘઉંનો કરકરો લોટ
  4. ૧/૨ ટી સ્પૂન હળદર
  5. ૧ ટી સ્પૂન ધાણા જીરું
  6. ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  8. નિમક સ્વાદ અનુસાર
  9. ૧ ૧/૨ ટી સ્પૂન ખાંડ
  10. ૧ ટી સ્પૂન લીબુનો રસ
  11. ૩ ટી સ્પૂન તેલ મોણ માટે
  12. તળવા માટે તેલ
  13. ૫-૬ ટી સ્પૂન પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી ૨-૩ વાર પાણી થી ધોઈ લો ત્યાર બાદ તેને સમારી લો. હવે એક બાઉલ માં બેસન ઘઉં નો લોટ અને મેથી ની ભાજી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં હળદર, ધાણા જીરું,લાલ મરચું પાઉડર, ગરમમસાલો,નિમક,ખાંડ,લીંબુ,તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં ૫-૬ ટી સ્પૂન પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ વધારે ઢીલો કે વધારે કડક ના બાંધવો.

  4. 4

    હવે તેને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ તેમાંથી નાના નાના ઢોકળી માટે બોલ્સ બનાવી લો. હથેળી માં વજન આપીને બોલ્સ ના વાળો. તેને મિડીયમ ફલેમ પર તળી લો.

  5. 5

    ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યા સુધી તળો. જો ઢોકળી સ્ટોર કરવી હોય તો તળાય જાય એટલે પેપર નેપકીન મા રાખી દો જેથી વધારાનું તેલ સોસાય જાય.

  6. 6

    તૈયાર છે મેથી ની ઢોકળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes