શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1કટોરી ચોખા
  2. 1કટોરી તુવેરદાલ
  3. 1કટોરી ચણા દાળ
  4. 1કટોરી મગદાળ
  5. 1/2કટોરી અડદ ની દાળ
  6. 1ચમચીઆદુ મરચાં
  7. નમક સ્વાદાનુસાર
  8. ચપટીહરદર
  9. ઇનો 1 પેકેટ
  10. 2 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાય જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી દાળ ને મિક્સ કરી ધોઈ ને બરોબર સાફ કરી લો. ત્યાર બાદ દાળ ડૂબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ પાણી નિતારી ને દાળ ને મિક્સર માં આદુ મરચા નમક ને હરદર નાખી ખીરું બનાવી લો.

  2. 2

    ખીરા ને 2 કલાક રેસ્ટ આપો. 2 કલાક પછી ઢોકરીયા માં પાણી ગરમ કરી લો. પાણી ગરમ થાય પછી ડીસ માં તેલ લગાવી ખીરું નાખો અને 15 મિનિટ સ્ટીમ થવા દો. સ્ટીમ થઈ જાય પછી તેલ ગરમ કરી એમાં રાઈ જીરું અને લીમડા નો વઘાર કરી ઢોકરા ઉપર નાખી મિક્સ કરી લો.. ગરમ ગરમ ઢોકળા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes