લાઈવ ઢોકળા

Hetal Shah
Hetal Shah @cook_19708734
India Gujarati

દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી

#કાંદાલસણ

લાઈવ ઢોકળા

દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી

#કાંદાલસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1/2 કપઅડદ ની દાળ
  2. 1/2મગ ની પીળી દાળ
  3. 1/2 કપચણા ની દાળ
  4. 1/2 કપચોખા સોના મસૂરી (બાસમતી ચોખા યુઝ ના કરવા -કોઈ પણ રેગ્યુલર ચોખા વાપરવા)
  5. 1/2 કપદહીં
  6. 1/4 કપપાણી
  7. 1 ઇંચઆદુ
  8. 3લીલા મરચાં
  9. 1 ટી સ્પૂનઇનો(1પ્લેટ માટે)
  10. 1ટેબલે સ્પૂન પાણી ઇનો એકટિવેટ કરવા માટે(1 પ્લેટ માટે)
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1 ટી સ્પૂનહળદર
  13. થોડો લાલ મરચું પાવડર
  14. 1 ટી સ્પૂનઓઇલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બધી દાળ અને ચોખા લઇ પાણી થી 2 થી 3 વાર ધોઈ નાખો પછી તેમાં પાણી નાખી એને 3 કલાક માટે પલાળવા માટે મૂકી દો. 3 કલાક પછી એક મિક્સર જાર લો તેમાં આદુ, મરચાં,પલાળેલા દાળ અને ચોખા બિલકુલ પાણી વગર એડ કરવા પછી તેમાં દહીં અને પાણી એડ કરી પીસી લેવું. ખીરું તૈયાર છે.

  2. 2

    હવે આ ખીરા ને એક વાસણ માં લઇ લો તેમાં મીઠું અને હળદર એડ કરો અને મિક્સ કરી દો બરાબર અને બીજી બાજુ ગેસ ઉપર ઢોકળા ના સ્ટેન્ડ માં પાણી ગરમ કરવા મુકો.જે પ્લેટ માં ઢોકળા બનાવવાના હોય તેને તેલ થી ગ્રીસ કરી લો.

  3. 3

    હવે જે ખીરું તૈયાર કર્યું હતું તેમાં થી એક પ્લેટ ઢોકળા બને એટલું ખીરું બીજા વાસણ માં કાઢી લો તેમાં ઇનો નાખો અને ઇનો ને એકટીવેટ કરવા તેમાં પાણી નાખો તેને એક વાર મિક્સ કરી ને જે પ્લેટ ઢોકળા બનાવા તેલ થી ગ્રીસ કરી તી તેમાં એડ કરો એ પ્લેટ ના ખીરા પર થોડું લાલ મરચું છાંટો અને તેને ઢોકળા સ્ટેન્ડ માં મૂકી દો

  4. 4

    તેને હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરો પછી ગેસ બંધ કરી દો. 5 મિનિટ સુધી ઢોકળા ઠંડા થવા દો અને પછી કટ કરો.ગરમ ગરમ લાઈવ ઢોકળા તૈયાર છે તેને તેલ અથવા તો ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_19708734
પર
India Gujarati
હું યુ ટ્યુબ કન્ટેન્ટ સર્જક તરીકે કામ કરું છું. મારી પાસે મારી પોતાની રસોઈ ચેનલ છે. ચેનલનું નામ હેતલનું કિચન અને જીવનશૈલી છે.https://www.youtube.com/HetalsKitchenandLifestyle
વધુ વાંચો

Similar Recipes