બોમ્બે વડાપાઉં

Prachi Desai
Prachi Desai @prachidesai
Navsari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
6 સર્વિંગ્સ
  1. લસણ ચટણી માટે,
  2. ૫૦ ગ્રામ સમારેલું સુકુ લસણ
  3. ૧૦-૧૨ નંગ લાલ સુકા મરચા
  4. 1 નંગકાંદો
  5. ૧/૪ કપ ખજુર આમલી ચટણી
  6. 2પેકેટ પાઉં
  7. વડા બનાવવા,
  8. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  9. ૧/૪ કપ ફ્રેશ લીલું મરચું અને લસણ પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીહળદર
  12. 3 ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. ૭-૮ નંગ કઢી લીમડી
  15. તળવા માટે તેલ
  16. બેસન ખીરું બનાવવા,
  17. ૧૦૦ ગ્રામ બેસન
  18. ૫૦ ગ્રામ ચોખા નો લોટ
  19. 1 ચમચીકોર્નફ્લોર
  20. 1 ચમચીલાલ મરચું
  21. 1 ચમચીહળદર
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ચપટીસોડા બાઈ કાર્બ

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    લસણ ચટણી બનાવવા માટે, લસણ, લાલ મરચા અને કાંદા ને પેન માં શેકી લેવું અને મિક્સર માં થોડું પાણી નાંખી ગ્રાઇન્ડ કરવું.

  2. 2

    વડા બનવવા માટે, બાફેલા બટાકા ને સ્મેશ કરવા. હવે એક પેન માં તેલ લેવું. એમાં રાઈ અને લીમડી નો વઘાર કેવું. લીલું મરચું અને લસણ પેસ્ટ નાખવું. ૧-૨ મિનિટ સાંતળવું. હવે એમાં હળદર અને સ્મેશ બટાકા નાખવું અને મીઠું નાખી મિક્ષ કરવું અને ૩-૪ મિનિટ સાંતળવું. ઠંડું પડે પછી એના ગોળા વાળી લેવા.

  3. 3

    બેસન ખીરું બનાવવા માટે, ખીરા ની બધી સામગ્રી મિક્સ કરી થોડું પાણી ઉમેરી મિક્સ કરવું. હવે વડા ને એમાં ડુબોળી ને ગરમ તેલ માં તળવા. બેસન ની કરી પાડવી.

  4. 4

    પાઉં ને વચ્ચે થી કાપવું. બંને બાજુ પેહલા ખજુર આમલી ચટણી લગાવવી પછી લસણ ચટણી લગાવવી. બેસન ની કરી મૂકવી અને એક વડું મુકવું. તળેલા લીલા મરચા અને બંને ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi Desai
Prachi Desai @prachidesai
પર
Navsari
“Cooking is both physical and mental therapy.”
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes