વેજ. મકાઈ પિઝા

Arjun Kakkad
Arjun Kakkad @cook_22361187

નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..

સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,
તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..

વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..

ધન્યવાદ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
  1. 1 નંગપીઝા નો રોટલો(બેઝ)
  2. 1 નંગબાફેેલી મકાઇ
  3. 1 નંગસમારેલું ગાજર
  4. 1 નંગકેપ્સિકમ મરચું
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગટામેટું
  7. 1 નાની વાટકીકોબીઝ
  8. 1કયુુુબ ચીઝ
  9. 2 ચમચીગ્રીન ચિલ્લી સોસ
  10. 2 ચમચીરેડ ચિલ્લી સોસ
  11. 3 ચમચીટોમેટો સોસ
  12. 1 ચમચીમાખણ
  13. 2 ચમચીતેલ(ઓઇલ)
  14. મીઠું(નમક) સ્વાદ અનુસાર
  15. ચિલ્લી ફ્લેકસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું, મસાલો તૈયાર કરવા માટે, 1 કડાઈ મા 2 ચમચી તેલ મુકો, ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી,કેપ્સિકમ મરચું,કોબીઝ અને ગાજર ઉમેરો, ત્યારબાદ ઘીમા તાપે થોડીવાર ચડવા દો, ત્યારબાદ તેમાં સમારેલ ટામેટું અને બાફેલી મકાઈ ના દાણા ઉમેરો, ત્યારબાદ તેમાં 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ, 1 ચમચી રેડ ચિલ્લી સોસ, 1 ચમચી ટોમેટો સોસ ઉમેરો, ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું(નમક) ઉમેરો, ત્યારબાદ ધીમા તાપે મિક્સ કરી લ્યો.. આપનો મસાલો તૈયાર છે.

  2. 2

    હવે બીજા સ્ટેપ મા આપણે, પીઝાના બેઝ ઉપર લગાવવા માટેનો સોસ બનાવીસુ, સૌ પ્રથમ એક વાટકો લ્યો, તેમાં 2 ચમચી ટોમેટો સોસ, 1 ચમચી રેડ ચિલ્લી સોસ, 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ અને ચિલ્લી ફ્લેકસ ઉમેરો ત્યારબાદ તેને મિક્સ કરી લ્યો, તો આપણો સોસ પણ તૈયાર છે..

  3. 3

    હવે ત્રીજા સ્ટેપ મા આપણે, 1 નોન-સ્ટિક લોઢી લો, ત્યારબાદ પીઝા બેઝ ને બને બાજુ માખણ લગાડી, તેને લોઢી મા સેકી લ્યો, હવે તેમાં તૈયાર કરેલ સૌસ(સ્ટેપ 2 મુજબ) લગાવી દયો, ત્યારબાદ તેમાં તૈયાર કરેલ મસાલો(સ્ટેપ 1 મુજબ) લગાવી દયો, ત્યારબાદ તેના પર ખમણેલું ચીઝ લગાડી દયો, અને સોસ સાથે સર્વ કરો, આ તૈયાર છે આપણો મનપસંદ વેજ. મકાઈ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Arjun Kakkad
Arjun Kakkad @cook_22361187
પર

Similar Recipes