ખાંડવી (Khandavi recipe in gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#મોમ
મને ખાંડવી બહું જ ભાવે એટલે મારા સાસુ મારા માટે બનાવી જ દે.

ખાંડવી (Khandavi recipe in gujarati)

#મોમ
મને ખાંડવી બહું જ ભાવે એટલે મારા સાસુ મારા માટે બનાવી જ દે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. ૧/૨ કપ દહીં
  3. 2 કપપાણી
  4. ૧/૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ચપટીહળદર
  7. વઘાર માટે
  8. 3 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ
  10. ૧/૨ ચમચી તલ
  11. કઢી લીમડા ના પત્તા
  12. કોથમીર
  13. નાળીયેર ની છીણ
  14. 2લીલા મરચા લાંબા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં બેસન દહી નાખી બરાબર મિક્ષ કરવું હવે થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ ખીરુ તૈયાર કરવું એમાં બધો મસાલો ઉમેરી દેવું

  2. 2

    હવે ગેસ પર કડાઈ મૂકી એમા આ ખીરુ લઈ સતત હલાવતા જઈ ઉકાળવું ઘટ્ટ થાય અને લોટ ચડી જાય એટલે એક થાળી માં થોડુ પાથરી ને ઉખેડી જોવું ઉખડે એટલે થઈ ગયુ કહેવાય

  3. 3

    હવે બધી થાળી મા પાથરી દેવું ગરમ માં જ ફટાફટ પાથરવું કડાઈ ગેસ પર જ રાખવી આંચ ધીમી કરી દેવી

  4. 4

    હવે એક બાજુ વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ તલ લીલા મરચા કઢી પત્તા નાખવા

  5. 5

    હવે ખાંડવી ના કાપા કરી રોલ વાળી લેવો અને મૂકતા જઈ વઘાર રેડતા જવું

  6. 6

    ઉપર થી કોથમીર લીલુ નાળીયેર નાખવું

  7. 7

    હવે ખાંડવી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes