રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબેસન
  2. 1 કપપાણી
  3. 1 કપદહીં
  4. ૧/૨ ચમચી હળદર
  5. મીઠું જરૂર મુજબ
  6. ૧/૪ ચમચી હિંગ
  7. 2 ચમચીતેલ
  8. રાઈ,જીરું, તલ,લીમડો વઘાર માટે
  9. કોથમીર,મરચા ની કટકી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન નો લોટ,પાણી,દહીં બધું માપ થી લો.લોટ મા હળદર,હિંગ,મીઠું ઉમેરો.

  2. 2

    દહીં,પાણી મા બ્લેન્ડર ફેરવી લો. હવે કડાઈ મા બેસન અને આ દહીં નું મિશ્રણ ઉમેરો.ધીમા ગેસ એ રાખો.૨૦ મિનિટ સુધી એકદમ હલાવતા રહો.પછી ગેસ ઓફ કરો.થોડું ઘટ્ટ થઈ ગયું હોવું જોઈએ.

  3. 3

    થાળી ને તેલ લગાવી ગ્રીસ કરી લો.તેના પર બેસન નું મિશ્રણ પાથરો.ગરમ હોય ત્યાં જ પાથરી દેવું.ત્યારબાદ ૧૦ મિનિટ ઠરવા દેવું.કાપા પાડી ને રોલ વાળી લેવાં.

  4. 4

    એક કડાઈ મા તેલ મૂકો.તેમાં રાઈ,જીરું,લીમડો, તલ એડ કરો.આ વઘાર ખાંડવી નાં રોલ પર રેડી દો.તેના પર કોથમીર,મરચા થી ગાર્નિશ કરો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes