ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 2ચીઝ ક્યૂબસ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ટીસ્પૂનજીરુ
  5. તેલ મોણ માટે
  6. શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ મા મીઠું, જીરું તથા તેલ નું મોણ નાખીને પાણી થી બાંધી લેવો. ત્યારબાદ તેને 15-20 મિનીટ માટે રાખી દો. હવે તેના ગોળ ગોળ લુઆ બનાવો. તેને રોટલી ની જેમ પાટલા પર વણી લો.

  2. 2

    તેના પર ચીઝ ખમણી લો અને પોટલી ની જેમ બધી બાજુ થી વાળી લો. ત્યારબાદ તેને હળવે હાથે વણી લો.

  3. 3

    ત્યારબાદ તેને લોઢી પર બંને બાજુ ઘી લગાવી ને સેકી લો. ચીઝ પરાઠા તૈયાર છે. સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર

Similar Recipes