મલ્ટી ગ્રેન હાંડવો (Multigrain handvo recipe recipe in gujrati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#ભાત
# મોમ

મલ્ટી ગ્રેન હાંડવો (Multigrain handvo recipe recipe in gujrati)

#ભાત
# મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીતુવેર દાળ
  3. 1 વાટકીઅડદ દાળ
  4. 1 વાટકીચણા દાળ
  5. 1 વાટકીભાખરી નો લોટ
  6. 1 વાટકીજુવાર નો લોટ
  7. 500 ગ્રામછીણેલી દૂધી
  8. 100 ગ્રામકાપેલી કોથમીર
  9. 1વાટકો સીંગદાણા નો ભૂકો
  10. 2 ચમચીલસણ ની પેસ્ટ
  11. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. 2 ચમચીદહીં
  13. વઘાર માટે
  14. 1 ચમચીરાય
  15. 1 ચમચીઅડદ દાળ
  16. 1 ચમચીહિંગ
  17. 15લીમડાના પાન
  18. 2 ચમચીહળદળ
  19. 2 ચમચીતલ
  20. 2 ચમચીમેથીયો મસાલો
  21. 2 ચમચીલાલ મરચું
  22. 2 ચમચીધાણાજીરું
  23. 2 ચમચીખાંડ
  24. 1લીંબુ
  25. મીઠું જરૂર મુજબ
  26. ટમેટાં ની ચટણી માટે
  27. 250 ગ્રામકાપેલા ટમેટાં
  28. 2 ચમચીખાંડ
  29. 2 ચમચીમરચું પાવડર
  30. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 વાટકી ચોખા અને 1-1 વાટકી દાળ ને 8 કલાક પલાળી પીસી લ્યો હવે તેને આથો આપવા 2 ચમચી દહીં અને મીઠું નાખી એક ડબા માં એક રાત મુકો. આથો આવી ગયા પછી તેમાં એક વાટકી ભાખરી નો લોટ અને 1 વાટકી જુવાર નો લોટ ઉમેરો.

  2. 2

    હવે દૂધી ને છીણી લ્યો અને વઘાર માટે બધા મસાલા તૈયાર કરી લો.

  3. 3

    હવે ખીરા માં 1 વાટકી સીંગદાણા નો ભૂકો 500 ગ્રામ છીણેલી દૂધી અને 100 ગ્રામ કાપેલી કોથમીર નાખો.

  4. 4

    હવે વઘાર માટે એક તપેલી માં 5 ચમચી તેલ મુકોતેમાં 1 ચમચી રાય 1 ચમચી અડદ દાળ અને લીમડાનો વઘાર કરો તેને ધીમા તાપે ચડવા દો

  5. 5

    હવે તેમાં એક ચમચી હિંગ 2 ચમચી હળદળ 2 ચમચી તલ નાખો

  6. 6

    હવે તેમાં 2 ચમચી ધાણા જીરુ 2 ચમચી લાલ મરચું પાવડર 2 ચમચી મેથીયો મસાલો નાખી.

  7. 7

    2 ચમચી આદુ મરચાં ની પેસ્ટ નાખી 1 ચમચી મીઠું નાખી 1 ગ્લાસ પાણી નાખો

  8. 8

    હવે તેમાં 2 ચમચી ખાંડ અનએ 1 લીંબુ નો રસ નાખી થોડીવાર ઉકાળો હવે તેને ખીર માં નાખી દો.

  9. 9

    બરાબર મિક્ષ કરો હવે એક તવી પર તેલ મૂકી તેમાં રાય નો વઘાર મૂકી હાંડવો પાથરો

  10. 10

    લો તૈયાર છે હાંડવો

  11. 11

    ટમેટાં ની ચટણી માટે 250 ગ્રામ કાપેલા ટમેટાં ને પીસી લો હવે એક તપેલી માં 2 ચમચી ખાંડ અને 2 ચમચી લાલ મરચું અને ચપટી મીઠું નાખી 10 મિનિટ ઉકાળી લો ઘટ્ટ થાય ત્યાં સુધી.

  12. 12

    લો ત્યાર છે હાંડવો અને ટમેટાં ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes